નવી દિલ્હી: ઉત્તર પૂર્વ દિલ્હીના ડેપ્યુટી કમિશનર વેદપ્રકાશ સૂર્યાએ જણાવ્યું હતું કે, નંદનગરી પોલીસ સ્ટેશનના એસીપી સંદિપ ગુપ્તાને માહિતી મળી હતી કે, 23 જુલાઇથી 24 જુલાઇ દરમિયાન તેમના વિસ્તારમાંથી ગાંજાની સપ્લાય કરવામાં આવશે. જે બાદ પોલીસે તમામ બેરીગેટ્સ અને નંદનગરી વિસ્તારમાં પોલીસને એલર્ટ કરી દીધી હતી. બોર્ડર પર પોલીસને એલર્ટ પણ કરી હતી. નાથુ કોલોની ચોકમાં સવારે 4 વાગ્યે પોલીસે એક શંકાસ્પદ છોટા હાથીની તપાસ કરી, જેમાં રીંગણાં ભર્યા હતા. પોલીસે તેમાં બેઠેલા ચાર શખ્સોની પૂછપરછ કરી હતી પરંતુ, તેઓએ કોઈ સાચો જવાબ આપ્યો ન હતો.
શાકભાજીની આડમાં ગાંજાની સપ્લાય કરતા 4 આરોપી ઝડપાયા, પોલીસે 40 કિલો ગાંજો જપ્ત કર્યો - દ્વારકાથી ગાંજાની માલને દિલ્હી યુપી બોર્ડર
ઉત્તર પૂર્વ દિલ્હીના પોલીસ સ્ટેશન નંદનગરી પોલીસે ગેરકાયદેસર રીતે ગાંજાની દાણચોરી કરનારા 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 40 કિલો ગાંજો અને સપ્લાયમાં ઉપયોગમાં લેવાયેલા એક છોટા હાથીને પણ કબજે કર્યો છે. ગાંજાની સપ્લાઈ શાકભાજીની આડમાં કરવામાં આવતી હતી. પકડાયેલા આરોપીની ઓળખ અફરોઝ (ઉ.33) ઇબરાર (ઉ.40) અમિત કુમાર (ઉ.22) રિંકુ (ઉ.24) છે.
શાકભાજીની આડમાં ગાંજાની સપ્લાય કરતા 4 આરોપીની નંદનગરી પોલીસે કરી ધરપકડ, 40 કિલો ગાંજો જપ્ત કર્યો
પોલીસે ગાડીમાં ભરેલા રીંગણાંમાં શોધખોળ શરૂ કરી હતી. જેથી પોલીસને કેટલાક રીંગણાની અંદર ગાંજાની માલ છુપાવેલો જોવા મળ્યો હતો. પોલીસે આ રીંગણાંઓમાંથી આશરે 40 કિલો ગાંજો કબજે કર્યો હતો. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી છે અને ઉપયોગમાં લેવાયેલા છોટા હાથીને પણ કબજે કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, દ્વારકાથી ગાંજાની માલને દિલ્હી યુપી બોર્ડર પર આવેલી કલંદર કોલોનીમાં થવાની હતી. આ લોકો શાકભાજી સપ્લાય કરવાની આડમાં ગાંજોનો ગેરકાયદેસર ધંધો કરતા હતા.