રાજ્યસભા સાંસદ અને ભાજપ નેતા આનંદ ભાસ્કર રાપોલૂએ ડૉ. એપીજે અબ્દુલ કલામની જયંતિને રાષ્ટ્રીય દિન તરીકે ઉજવવાની માંગ કરી છે. અબ્દુલ કલામનો જન્મ 15 ઑક્ટોબર 1931માં થયો હતો.
તેમણે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંકને પત્ર લખી 15 ઑક્ટોબરને રાષ્ટ્રીય દિવસ જાહેર કરવાની માંગ કરી છે.