નવી દિલ્હી: દેશની મુખ્ય ટેલિવિઝન રેટિંગ એજન્સી BARC દ્વારા સરકારને પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ સોમવારે સમગ્ર દેશની 180 ટીવી ચેનલ પર 4.6 કરોડ લોકોએ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ જોયો હતો.
'નમસ્તે ટ્રમ્પ': કાર્યક્રમને 180 ચેનલ પર 4.6 કરોડ લોકોએ નિહાળ્યો: BARC - Motera Stadium
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના (BARC) આંકડા મુજબ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ભારતમાં કુલ 116.9 કરોડ મિનિટ સુધી જોવાયો હતો. BARCના જણાવ્યા મુજબ દેશભરની 180 ટેલિવિઝન ચેનલ પર 4.6 કરોડ લોકોએ આ કાર્યક્રમ જોયો હતો.
!['નમસ્તે ટ્રમ્પ': કાર્યક્રમને 180 ચેનલ પર 4.6 કરોડ લોકોએ નિહાળ્યો: BARC Namaste Trump](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6230769-thumbnail-3x2-namastetrump.jpg)
નમસ્તે ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનું અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી પણ વધુ લોકોની હાજરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના (BARC) આંકડા મુજબ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમને ભારતમાં કુલ 116.9 કરોડ મિનિટ સુધી જોવાયો હતો. BARCના જણાવ્યા મુજબ દેશભરની 180 ટેલિવિઝન ચેનલ પર 4.6 કરોડ લોકોએ આ કાર્યક્રમ જોયો હતો.