અમદાવાદ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની બહુપ્રતીક્ષિય ભારત યાત્રા માટે રવાના થઈ ગયા છે. પત્ની મલેનિયા અને ડેલીગેશન સાથે સ્પેશિયલ વિમાન મારફતે ભારત આવી રહ્યાં છે. તેઓ 14 કલાકની ઉડાણ બાદ સોમવારે અમદાવાદ આવી પહોંચશે.
ભારત માટે રવાના થયેલા ટ્રમ્પે કહ્યું, 'હું ભારતના લોકોને મળવા માટે ઉત્સાહિત છુ. હું લાખો લોકોને મળીશ. મને વડાપ્રધાનનો સાથ ખૂબ સારો લાગે છે. તેઓ મારા મિત્ર છે. વડાપ્રધાને મને કહ્યું કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે.'
ટ્રમ્પ વોશિંગ્ટનથી રવાના, કહ્યું : ભારતના લોકોને મળવા ઉત્સાહિત છુ ત્યારે બીજીતરફ ટ્રમ્પની યાત્રાને ધ્યાને રાથી અમદાવાદને સંપૂર્ણ રીતે સજ્જ છે. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ રોડ શો કરશે અને અહીં ક્રિકેટ સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ 9 કિલોમીટર લાંબી રેલી પણ કરશે. બાદમાં આગ્રા માટે રવાના થશે, જ્યાં તેઓ ટ્રમ્પ પરિવાર વિશ્વની 7 અજાયબી પૈકીની એક તાજ મહેલની મુલાકાત લેશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સંદર્ભે વીડિયો ટ્વીટ કર્યો
ટ્રમ્પના દિકરી ઈવાન્કા ટ્રમ્પે પણ ભારત પ્રવાસની પૂર્વ સંધ્યાએ વીડિયો ટ્વીટ કર્યો