ઝારખંડમાં બાઇક ચોરીની શંકામાં ભીડે એક મુસ્લિમ યુવકની થાંભલા સાથે બાંધીને ધોલાઈ કરી હતી. ત્યાર બાદ તે યુવકનું શનિવારે જેલમાં મોત થયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, માર દરમિયાન યુવકને "જયશ્રી રામ"ના નારા બોલવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
જય શ્રીરામના નારા ગળે મળીને લગાવી શકાય, ગળું દબાવીને નહીં: નકવી - moblinching
ન્યૂઝ ડેસ્ક: લઘુમતી બાબતોના કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ઝારખંડમાં ભીડ દ્વારા માર મારીને યુવકની હત્યા કરવાની બાબતને ગંભીર ગુનો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, લોકો ગળે મળીને પણ જયશ્રી રામના નારા લગાવી શકાય છે, કોઈનું ગળું દબાવીને નહીં. નકવીએ કહ્યું હતું કે, આ ઘટનામાં જે પણ લોકો સામેલ છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
issue
નકવીએ જણાવ્યું કે, આ ઘટના ખુબ દુર્ભાગ્ય પૂર્ણ ઘટના છે, આ ઘટનાના આરોપીઓને કડક સજા કરવામાં આવશે, તેમણે કહ્યું અમુક અસામાજીક તત્વો સરકારની છબીને ખરાબ કરવા માટે આવી રીતે હિંસા કરે છે. આ તમામે કાયદાકીય પ્રક્રિયાઓ માંથી પસાર થવું પડશે.