નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના નેતૃત્વ હેઠળ નાગપુરમાં MSME મંત્રાલયે સારી ગુણવત્તાની તેમજ કિંમતમાં સસ્તી PPE કીટનું ઉત્પાદન કર્યું છે.
વીડિયો દ્વારા ટ્વિટર પર સમાચાર શેર કરતા કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, ચીનથી આયાત કરેલી કીટ નબળી ગુણવત્તાની છે. તેથી કીટ બનાવવાની જરૂરિયાત સામે આવી છે.
ગડકરીએ જણાવ્યું કે, MSMEમાં ત્રણ પ્રકારના કિટ્સ છે, જે રૂપિયા 500-600 સુધીની છે, જે બજારના ભાવ કરતા સસ્તી છે. અમે દિવસમાં 10,000 જેટલી કીટ બનાવી શકીએ છીએ.
બજારમાં PPE કીટની કિંમત લગભગ 1500-1600 રૂપિયા હોય છેે. તેનો ઉપયોગ ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ દળો, સફાઈ કામદારો અને પોલીસ દળ કરી શકે છે. નીતિન ગડકરીએ ટૂંક સમયમાં આ PPE કીટ અન્ય તમામ રાજ્યોમાં પણ મોકલવાની તૈયારી દર્શાવી છે.