ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગાલેન્ડ 6 મહિના માટે ‘અશાંત વિસ્તાર’માં ફેરવાયું, ગૃહ મંત્રાલયે આપી માહિતી - નાગાલેન્ડ રાજ્ય અશાંત વિસ્તારમાં ફેરવાયું

નાગાલેન્ડ રાજ્યને 6 મહિના માટે ‘અશાંત વિસ્તાર’ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના આર્મ્ડ ફોર્સેજ સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા) અંતર્ગત આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Nagaland disturbed area under afspa
Nagaland disturbed area under afspa

By

Published : Dec 30, 2020, 8:20 PM IST

  • નાગાલેન્ડ રાજ્ય 6 મહિના માટે અશાંત વિસ્તારમાં ફેરવાયું
  • AFSPA એક્ટ હેઠળ ગૃહ મંત્રાલયે જાહેર કર્યો સૂચનાપત્ર
  • પૂર્વોતરના અન્ય રાજ્યોમાં પણ આફસ્પા (AFSPA) લાગું

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગાલેન્ડને 6 મહિના માટે ‘અશાંત વિસ્તાર’ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે આ સંબંધિત સૂચના જાહેર કરી છે. સૂચનાપત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લખ્યું છે કે, નાગાલેન્ડ અશાંત અને જોખમી પરિસ્થિતિમાં છે. જેનાથી ત્યાંનમા નાગરિક પ્રશાસનની મદદ માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવો આવશ્યક છે.

ગૃહ મંત્રાલયનો સૂચનાપત્ર

ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પીયૂષ ગોયલે સૂચનાપત્રમાં લખ્યું કે, સંપૂર્ણ નાગાલેન્ડ રાજ્યને 30 ડિસેમ્બર 2020થી 6 મહિના સુધી અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવે છે.

  • શું છે આફસ્પા (AFSPA)?

આર્મ્ડ ફોર્સેજ સ્પેશિયલ પાવર એક્ટ (AFSPA) એ વિસ્તારમાં લાગુ કરવામાં આવે છે, જ્યાં સિવિલ અધિકારીઓની મદદ માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવાની પણ ફરજ પડે છે. કોઇ પણ વિસ્તારમાં આફસ્પા લાગુ કરવા માટે તે વિસ્તારને 1958 અધિનિયમની કલમ 3 અંતર્ગત કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા અશાંત જાહેર કરવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે, નાગાલેન્ડમાં આફસ્પા છેલ્લા કેટલાક દસકાઓથી લાગુ છે. કેન્દ્ર સરકાર છેલ્લા વર્ષોથી આફસ્પાની સમય મર્યાદામાં 6-6 મહિનાનો વધારો કરતી રહે છે. ગત્ત જુલાઇ મહિનામાં કેન્દ્ર સરકારે નાગાલેન્ડને આફસ્પા અંતર્ગત અશાંત વિસ્તાર જાહેર કર્યો હતો.

  • પૂર્વોતરના અન્ય રાજ્યોમાં આફસ્પા લાગું

આ પહેલાની વિગત ઓગસ્ટ મહિનામાં પૂર્વોતરના અન્ય રાજ્ય આસામમાં સરકારના સશસ્ત્ર દળ (વિશેષાધિકાર) અધિનિયમ 1958 આફસ્પાની અવધિ 6 મહિના માટે વધારવામાં આવી હતી. આ સંબંધિત એક ઓફિશિયલ નિવેદનમાં જણાવાયું હતું કે, આસામમાં હાલ પૂર્વોતરમાં સુરક્ષા દળો પર ઉગ્રવાદી હુમલાઓ તેમજ જુદા-જુદા વિસ્તારમાં ગેરકાયદે હથિયાર અને વિસ્ફોટક સામગ્રી મળવાથી અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details