મુંબઈ: ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાના લગ્ન 1962ના ભારત-ચીન યુદ્ધના કારણે રદ્દ થયાં હતાં. તેમના દાદીની તબીયત લાંબા સમયથી ઠીક ન હતી. જે કારણે રતન ટાટા તેમને સારસંભાળ માટે ભારત પરત આવી ગયા હતા.
અચ્છા, તો આ કારણે ઉદ્યોગપતિ રતન ટાટાના લગ્ન અટકી ગયા હતા !
વયોવૃદ્ધ ઉદ્યોગપતિએ હ્યૂમન ઑફ બૉમ્બે સાથે પોતાના વિચારોને શેર કહીને કહ્યું કે, તે લૉસ એન્જિલ્સમાં હતા, જ્યાં તેઓ પ્રેમમાં પડ્યા હતા અને લગભગ લગ્ન કરી જ લેવાના હતા.
ટાટાએ ખુલ્લા મને વાત કરતા જણાવ્યું કે, હું દાદીની સારસંભળ લેવા પાછો આવી ગયો. ત્યારે વિચાર્યું કે, જેની સાથે હું લગ્ન કરવા માગુ છું, તે પણ મારી સાથે ભારત પાછી આવશે કે કેમ, પરંતુ 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે તેના માતાપિતાએ ના પાડી અને આ સંબંધ સમાપ્ત થયો ગયો.
ટાટાએ દાદીના ઉપદેશને યાદ કરતા તેમના અંગત જીવનની વાતો જણાવતા કહ્યું કે, બોલવાની હિંમત પણ નરમ અને આદરણીય હોઈ શકે છે. મારી માતાએ બીજા લગ્ન કર્યા પછી તરત જ શાળાના છોકરાઓ સતત અમારા વિશે તમામ પ્રકારની વાતો કરવા લાગ્યા, પરંતુ અમારી દાદીએ અમને દરેક કિંમતે ગૌરવ જાળવી રાખતા શીખવ્યું મંજૂર છે, જે ભાવ આજ સુધી મારી પાસે રહ્યો છે. મને હજૂ યાદ છે, બીજા વિશ્વયુદ્ધ બાદ, તેઓ મારા ભાઈ અને મને ઉનાળાની રજાઓ માટે લંડન લઈ ગયા હતા. ત્યા દાદીએ અમને કહ્યું કે, આ બાબતે કંઈ ન બોલો તેમાં જ ગૌરવ સચવાયેલુ છે. જે વાત ખરેખર મારા મનમાં વસી ગઈ.