ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ: બ્રજેશ ઠાકુરને આજીવન કેદની સજા - આજીવન કેદ

દિલ્હીની એક કોર્ટે બ્રજેશ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે ઠાકુરને પોક્સો કાયદો અને IPC કલમ હેઠળ દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મમાં દોષી જાહેર કર્યો હતો.

મુજફ્ફરપુર આશ્રયગૃહ કેસ : બ્રજેશ ઠાકુરને આજીવન કેદની સજા
મુજફ્ફરપુર આશ્રયગૃહ કેસ : બ્રજેશ ઠાકુરને આજીવન કેદની સજા

By

Published : Feb 11, 2020, 5:44 PM IST

નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના એક આશ્રયગૃહમાં કેટલીક છોકરીઓના યોન શોષણ અને શારિરીક ઉત્પીડન મામલે બ્રજેશ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટે ઠાકુરને 20 જાન્યુઆરીના રોજ પોક્સો કાયદા હેઠળ દુષ્કર્મ તથા સામૂહિક દુષ્કર્મ મામલે ગુનેગાર જાહેર કર્યો છે. આ મામલે જજ સૌરભ કુલશ્રેષ્ઠે ઠાકુરને આજીવન કેદની સજા સંભળાવી છે.

કુલ 19 આરોપી દોષી

20 જાન્યુઆરીના રોજ કોર્ટે આ કેસમાં આરોપી બ્રજેશ ઠાકુર સહિત 19 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતાં. જેમાંથી કોર્ટે બ્રજેશ ઠાકુર સહિત 10 આરોપીઓેને પોક્સો અને સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, આ કેસની સુનાવણી 25 ફેબ્રુઆરી 2019ના રોજથી શરૂ થઇ હતી. સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ આ કેસ બિહારથી દિલ્હીની સાંકેત કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, આ કેસની સુનાવણી 6 મહીનામાં પુરી કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details