પટના: બિહારના મુઝફ્ફરપુર જિલ્લા કોર્ટમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે ફિલ્મના નિર્માતા નિર્દેશક કરણ જોહર, અભિનેતા સલમાનખાન સહિત આઠ લોકો સામે કેસ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટ શુક્રવારે સુનાવણી દરમિયાન આ કેસમાં આ આઠ બૉલિવૂડ હસ્તીઓને નોટિસ ફટકારી છે.
આ કેસમાં વકીલ એડવોકેટ સુધીર ઓઝાએ જણાવ્યું હતું કે, 17 જૂને સીજેએમ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને સીજેએમ કોર્ટે ફગાવી દીધી હતી. આ પછી 14 ઓગસ્ટના રોજ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.