ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં CAAનો વિરોધ યથાવત, પ્રદર્શનકારીઓએ કહ્યું- 'અમે એક ઈંચ પણ પાછળ નહીં હટીએ' - Republic Day

જૂની દિલ્હીમાં આઝાદ માર્કેટમાં સ્થિત બેરીવાલા બાગમાં CAA અને NRC મુદ્દે મહિલાનું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યથાવત છે. આ વચ્ચે ગણતંત્ર દિવસ પર પ્રદર્શનકારીઓએ તિરંગો લહેરાવી બંધારણ પ્રસ્તાવના વાંચી હતી.

delhi
delhi

By

Published : Jan 27, 2020, 11:08 AM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના આઝાદ માર્કેટના બેરીવાલા બાગમાં CAA અને NRC લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે, પંરતુ ગણતંત્ર દિવસ પર લોકોએ પોતાનો દેશપ્રેમ દર્શાવવાનું ભૂલ્યા નહી. વિરોધ પ્રદર્શન દરમિયાન પણ પ્રદર્શનકારી મહિલાઓ અને પુરૂષોએ સાથે મળી તિંરગો લહેરાવી ધ્વજવંદન કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા વાંચી હતી. આ સાથે બધા લોકોએ 'ઈન્કલાબ ઝિન્દાબાદ'ના નારા લગાવ્યાં હતાં.

દિલ્હીમાં CAAનો વિરોધ યથાવત

તેમજ પ્રદર્શનાકારીઓએ નાગરિકતા સુધારણાં કાયદોના વિરોધ વચ્ચે પણ લોકોએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. પ્રદર્શન કરી રહેલી જાવેદ ચવલા અને અસ્મા અંસારીએ કહ્યું કે, આ કાળ કાનૂન પાછો ખેંચવામાં આવે. અમે એક ઈંચ પણ પાછળ હટીશું નહીં. CAAને લઈને ઠેર-ઠેર લોકોનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે. જો કે, ઘણાં બધા લોકોએ આ કાયદાનું સમર્થન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details