વારાણસી: વારાણસીના વિશાલ ભારત સંસ્થાનના અધ્યક્ષ અને મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન તરફથી આજે રામનવમીના રોજ રામ આપતી કરવામાં આવી હતી. મુસ્લિમ મહિલાઓએ જણાવ્યું કે, તબલીઘી જમાત બાદ સમગ્ર દેશમાં કોરોના કેસમાં સત્તત વૃદ્ધિ થઇ રહી છે, આ પાપથી ભગવાન રામ જ મુક્ત કરશે.
મુસ્લિમ મહિલાઓ દ્વારા ભગવાન રામની કરવામાં આવી આરતી - કોરોના
સમગ્ર દેશ કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે સામાન્ય જનતાથી લઇ સરકાર સુધી પોતાના સ્તરે કાર્ય કરી રહ્યા છે. કોઇ દવા શોધવામાં લાગ્યો છે,તો કોઇ દુઆઓ કરી રહ્યા છે, જેથી આ મહામારી ખત્મ થઇ શકે. ત્યારે મુસ્લિમ મહિલાઓ દ્વારા રામ નવમીના અવસર પર કોરોનાથી મુક્તિ મેળવા માટે મુસ્લિમ મહિલાઓએ રામ આરતી કરીને પ્રાર્થના કરી હતી.
મુસ્લિમ મહિલાઓ દ્વારા ભગવાન રામની આરતી
મુસ્લિમ મહિલાઓએ વધુમાં જણાવ્યું કે, દિલ્હીના નિજામુદ્દીનમાં તબલીઘી જમાતના લોકોએ કોરોના ફેલાવવાનો જે પાપ કર્યો છે તેથી હવે આ પાપથી ભગવાન રામ જ મુક્ત કરશે. છેલ્લા 14 વર્ષોમાં સામ્પ્રદાયિક એકતાની મિસાલ પેશ કરતા મુસ્લિમ મહિલાઓએ ભગવાન રામની આરતી કરી આ સંકટથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરી હતી.