નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન મુસ્લિમો નમાજ પઢવા મસ્જિદોમાં એકત્ર થઈ રહ્યાં છે. આ અંગે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મુસ્લિમોને મસ્જિદોમાં નમાજ અદા કરવાના બદલે ઘરેથી ઝૂહર આપવાની ભલામણ કરી છે.
સમગ્ર દેશમાં લોકડાઉન, મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ઘરમાં જ નમાજ પઢવાની અપીલ - નમાઝ પઢવાની અપીલ
કોરોના વાઈરસના વધતા ફેલાવાને કારણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અપીલ કરી છે કે, લોકો જુમ્મા નમાજ મસ્જિદની જગ્યાએ ઘરેથી જ નમાજ અદા કરે. સરકારે જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના કારણે આ અપીલ કરવામાં આવી છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, નમાજ માટે બહાર ન નીકળે અને ઘરમાં જ રહે, જેથી અન્ય નાગરિકોને નુકસાન ન પહોંચે તેમજ મોટા ટોળામાં ઈબાદત ન કરો. તમે ઘરથી બહાર ન નીકળો. તમારા ઘરોમાં જ રહો. કોરોના વાઈરસથી બચવા માટે આ જરૂરી છે.
આ ઉપરાંત, દિલ્હીની ફતેપુરી મસ્જિદના ઈમામ મુકરમ અહમદે લોકોને તેમના ઘરોમાં જ નમાજ પઢવાની અને કોરોના વાઈરસના પગલે લાદવામાં આવેલા લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી છે. લોકો તેમના ઘરે જ નમાજ પઢે અને લોકડાઉન દરમિયાન ઘરથી બહાર ન નીકળે. સરકારના આદેશનું પાલન કરી લોકહિતમાં પોતાનું યોગદાન આપો.