ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ જન્મભૂમી વિવાદઃ મુસ્લિમ પક્ષે કહ્યું- નિર્ણય પક્ષમાં આવશે તો પણ મસ્જિદ નહીં બનાવીએ - નિર્ણય પક્ષમાં આવશે તો પણ મસ્જિદ નહીં બનાવીએ

લખનૌઃ અયોધ્યા રામ જન્મભુમી-બાબરી મસ્જિદ વિવાદમાં સંભવિત નિર્ણય પછીની સ્થિતિને લઇ ચિંતિત મુસ્લિમ પક્ષકારોએ કહ્યું કે જો નિર્ણય તેમના પક્ષમાં આવ્યો તો પણ દેશમાં શાંતિ બની રહે તે માટે તેઓ મસ્જિદ બનાવશે નહી.

રામ જન્મભૂમી વિવાદઃ મુસ્લિમ પક્ષએ કહ્યું- નિર્ણય પક્ષમાં આવશે તો પણ મસ્જિદ નહીં બનાવીએ

By

Published : Oct 20, 2019, 12:27 PM IST

મુસ્લિમ પક્ષકાર હાજી મહબૂબાએ કહ્યું કે, પહેલી પ્રાથમિકતા સંપ બનાવી રાખવાની છે. જો નિર્ણય મુસ્લિમોંના પક્ષમાં આવ્યો તો તે સારૂ થશે કે શાંતિ અને સંપ માટે અમે બાબરી જમીન પર મસ્જિદ નહી બનાવીએ, અમે ઇચ્છીએ છીએ કે તે જગ્યા પર બાઉન્ડ્રી જ રહે.

મહબૂબે આગળ કહ્યું કે, આ અમારો અંગત નિર્ણય છે. દેશની હાલની સ્થિતીને જોતા હુ મારો પ્રસ્તાવ બીજા પક્ષકારો પાસે લઇ જઇશ.

હાજી મહબૂબના આ બયાન પર બીજા મુસ્લિમ પક્ષકાર અને જમીયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ મુફ્તી હસ્બુલ્લાહ બદશાહ ખાનએ જણાવ્યું કે, આ સાચી વાત છે કે અમારે પહેલા કોમી એકતા જાળવી રાખવાની છે. અમે આ પરિસ્થિતી પર વરિષ્ઠ મુસ્લિમ ધર્મ ગુરૂઓ સાથે વાત કરશું.

બીજા મુસ્લિમ પક્ષકાર મોહમ્મદ ઉમરે કહ્યું કે, હું પણ એવુ માનુ છુ કે, અમારી મસ્જિદ ન બનાવવાથી જો કોમી એકતા અને શાંતિ સમાજમાં બની રહે તો અમારે આ કરવુ જ જોઇએ.

વિવાદનો શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરનાર મુખ્ય મુસ્લિમ પક્ષકારોમાંનો એક ઇકબાદ અંસારીએ આ મુદ્દા પર કોઇ પણ ટીપ્પણી કરવાની મનાઇ કરી છે.

તેમને કહ્યું કે પહેલા નિર્ણય આવવા દો અમે દેશની કોમી એકતામાં કોઇ કમી નહી આવવા દેઇએ.

ABOUT THE AUTHOR

...view details