આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું કે, રવિવારે 2723 યાત્રાળુઓ બાલટાલ બેઝ કેમ્પથી અને 5270 યાત્રીકોના જથ્થાને રવાના કરાયો હતો. અમરનાથ યાત્રા ગુફા સુધી જવા માટે બાલટાલથી 14 કિ.મી અને પહલગામથી 45 કિમીનું અંતર થાય છે. આ બંને જગ્યાએથી હેલિકોપ્ટરની સેવા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
13 દિવસમાં પોણા બે લાખ લોકોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
ન્યૂઝ ડેસ્કઃ અમરનાથ યાત્રા માટે રવિવારે જમ્મુથી 7,993 શ્રધ્ધાળુઓનો વધુ એક જથ્થો રવાના કરાયો છે. 1 જુલાઈથી 13 જુલાઈ સુધીમાં 1.73 લાખ કરતાં વધારે શ્રધ્ધાળુઓએ ભગવાન ભોળેનાથના દર્શન કર્યા છે.
13 દિવસમાં પોણા બે લાખ લોકોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, એક મુસ્લિમે શોધી હતી ગુફા
શ્રધ્ધાળુઓના મતે આ પવિત્ર ગુફા 1850માં એક મુસ્લિમ ચરવૈયા બૂટા મલિકે શોધી હતી. દંતકથા એવી પણ છે કે એક સુફી સંતે કોલસાથી ભરેલી બેગ ઢોર ચરાવનારને આપી હતી. પછી આ કોલસો સોનુ બની ગયો હતું. 150 વર્ષથી પવિત્ર ગુફા પરના ચઢાવાનો થોડો ભાગ આ ચરવૈયાઓના વશંજોને અપાઈ છે.