ભગીરથી નદીનો આ શાંત પ્રવાહ, શિયાળાની ઋતુ અને આ ઝાકળવાળી સવાર. આ અદ્ભુત વાતાવરણ વચ્ચે એકલો માણસ. જે પોતાની નાનકડી હોડી પર સવાર થઈ ગંગા નદીની સફાઈ કરી રહ્યો છે. આ વ્યકિતનું નામ છે ગૌતમ ચંદ્ર વિશ્વાસ. જે પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદના બરહામપુરમાં રહે છે. જેમણે 'નમામિ ગંગે' ને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે.
ગૌતમ વિશ્વાસ એક માછીમાર હતો. પાંચ વર્ષ પહેલામાછલી પકડતી વખતે, ગૌતમે જોયું કે પ્લાસ્ટિકના કણો તેમજ કાચ અને પ્લાસ્ટિકની બોટલો અકલ્પ્ય રીતે નદીને દૂષિત કરી રહી છે અને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે નિર્ણય લેવામાં વધુ સમય લીધો ન હતો અને ત્યારથી તે ગંગા નદીને સાફ કરવાના મિશનમાં લાગ્યો છે.
તેમણે ઈટીવી ભારત સાથે વાત કરતાં કહ્યુ હતું કે “મારી આ ઉંમરે પરિશ્રમ થઈ શકતો ન હોવાથી મેં હવે માછીમારી છોડી દીધી છે. પરંતુ, હું માત્ર બેસીને રહીને નદીને પ્રદુષણ થતી જોઈ શકતો નથી. હું પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું, "