સિદ્ધિવિનાયકમાં 35 કિલો સોનાનું દાન, 14 કરોડનું દાન 'રામભરોસે' - mumbai latest news
મહારાષ્ટ્ર: દેશના પ્રખ્યાત મંદિરોમાં સ્થાન ધરાવતા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં એક ભક્તે 35 કિલો સોનું ચડાવ્યું છે. જેની સોનાની કિંમત આશરે 14 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.
સિદ્ધિવિનાયક મંદિર: 35 કિલો સોનું દાન
તમને જણાવી દઈએ કે, આ મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ આદેશ બાંડેકરે પુષ્ટિ કરી છે કે, 35 કિલો સોનું દાન કરાયું હતું, પરંતુ તેણે દાતાની ઓળખ જાહેર કરવા માટે ઇનકાર કરી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે, દાન કરાયેલા સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા અને છત્તર બનાવવા માટે કરવામાં આવશે.