ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઇમાં ગ્રીડ ફેલ થતા વીજળી ગુલ , ટ્રેન સેવાઓ ફરી શરૂ થઇ - મુંબઇમાં વીજળી ગુલ

મુંબઇમાં ગ્રીડ ફેલ થતા વીજળી ગુલ
મુંબઇમાં ગ્રીડ ફેલ થતા વીજળી ગુલ

By

Published : Oct 12, 2020, 12:22 PM IST

Updated : Oct 12, 2020, 1:49 PM IST

13:48 October 12

રાજ્ય સરકારને તમામ શક્ય મદદ કરવા કરી વાત

કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર. કે. સિંહે કહ્યું કે, મુંબઇમાં વીજળી ફેલના કારણે આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમમાં મુશ્કેલી ઉભી થઈ હતી. ત્રણ પાવર સ્ટેશન અત્યાર સુધી કાર્યરત છે. ટૂંક સમયમાં અન્ય સ્ટેશન શરૂ કરાશે. અમારી તરફેથી રાજ્ય સરકારને તમામ શક્ય મદદ કરવામાં આવશે.

13:13 October 12

મહારાષ્ટ્રના વીજ પ્રધાન નીતિન રાઉતનું નિવેદન

રેલવેનો વીજ પુરવઠો ફરી શરૂ. હોસ્પિટલો જેવી અન્ય ઇમરજન્સી સેવાઓનો પાવર પણ ફરી શરૂ. 

13:10 October 12

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજ્યના વીજ પ્રધાન નીતિન રાઉત અને BMC કમિશનર સાથે મુંબઈમાં ગ્રીડ નિષ્ફળતા અંગે વાત કરી

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે  રાજ્યના વીજ પ્રધાન નીતિન રાઉત અને BMC કમિશનર સાથે મુંબઈમાં ગ્રીડ નિષ્ફળતા અંગે વાત કરી.તેમણે શક્ય તેટલી વહેલી તકે તેને ફરી શરૂ કરવા માટે નિર્દેશો આપ્યા.

12:45 October 12

ટ્રેન સેવાઓ ફરી શરૂ

ટ્રેન સેવાઓ પુન શરૂ

મુંબઇ સેન્ટ્રલની મુખ્ય લાઇન ટ્રેન સેવાઓ ફરી શરૂ

12:43 October 12

પ્રવાસીઓ વીજળીના ફેલ થતા છત્રપતિ શિવાજી ટર્મિનલ પર અટવાઈ ગયા છે

પ્રવાસીઓ વીજળીના ફેલ થતા  છત્રપતિ શિવાજી ટર્મિનલ પર અટવાઈ ગયા છે. એક પ્રવાસીએ જણાવ્યું કે, તે સવારે 10 વાગ્યેથી અહીં ફસાઈ ગયો છે. અન્ય એક પ્રવાસીએ કહ્યું કે અમારે અહીં કેટલો સમય રાહ જોવી પડશે તે વિશે અમારી પાસે કોઈ માહિતી નથી. પાવર ગ્રીડ નિષ્ફળતાને કારણે આ પ્રવાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હજારો મુસાફરો લોકલ ટ્રેનમાં અટવાઈ ગયા હતા.

12:42 October 12

મુંબઇમાં વીજળી ગુલ થતા ટાટા પાવરનું નિવેદન

મુંબઇમાં વીજળી ગુલ થતા ટાટા પાવર કહ્યું કે, સવારે 10.10 વાગ્યે MSETCL કલાવા, ખારગપમાં એક સબસ્ટેશન પર ટ્રિપગ થઇ રહી છે.

12:41 October 12

અભિનેતી અમિતાભ બચ્ચનની અપીલ

અભિનેતી અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરીને લોકોને શાંતિ જણાવવા અપીલ કરી છે.

12:31 October 12

ઇમરજન્સીમાં મદદ માટે BMC દ્વારા ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યા છે.

ઇમરજન્સીમાં મદદ માટે BMC દ્વારા ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યા છે

ઇમરજન્સીમાં મદદ માટે BMC દ્વારા ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યા છે. BMCએ જણાવ્યું છે કે, મુંબઇ વિસ્તારમાં વીજ પુરવઠો નિષ્ફળતાને કારણે, રહેવાસીઓને કટોકટીની સ્થિતિમાં 022-22694727, 022-226947725 અને 022-22704403 પર ફોન કરવા વિનંતી કરી છે..

12:29 October 12

મુંબઇમાં વીજળી ગુલ થઇ જતા પેટ્રેલ પંપ બંધ થયા

મુંબઇમાં વીજળી ગુલ થઇ જતા પેટ્રેલ પંપ બંધ થયા

મુંબઇમાં વીજળી ગુલ થઇ જતા પેટ્રેલ પંપ બંધ થયા

12:29 October 12

સ્ટોક એકસચેન્જ પર કોઇ અરસ નહી.

સ્ટોક એકસચેન્જ પર કોઇ અરસ નહી.

11:55 October 12

મુંબઇમાં ગ્રીડ ફેલ થતા વીજળી ગુલ , ટ્રેન સેવાઓ ફરી શરૂ થઇ

મુંબઇમાં ગ્રીડ ફેલ થતા વીજળી ગુલ

 મુંબઇ ટાઉનશિવમાં વીજળી પહોંચાડતી બેસ્ટે કંપનીએ જણાવ્યું ક,  શહેરમાં વીજળી પૂરો પાડતા પ્લાન્ટોની ગ્રીડ નિષ્ફળ ગઈ છે. જેના કારણે શહેરના પૂર્વ, પશ્ચિમ અને થાણેના ભાગોમાં વીજળી ગુલ થઇ ગઇ છે.જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Last Updated : Oct 12, 2020, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details