ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં પહેલીવાર NBA દ્વારા પ્રી-સીઝન બાસ્કેટ બોલ મેચ રમાશે - સ્પોર્ટસ ન્યૂઝ

મુબંઈઃ નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશન (NBA) દ્વારા પહેલી વખત ભારતમાં મેચનું આયોજન કરાયુ છે. આ મેચમાં NBAની મહત્વની ટીમ ઇન્ડિયાના પેસર્સ અને સૈક્રેમેન્ટો કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાશે. આ બે પ્રી-સીઝન મેચ શુક્રવાર અને શનિવારના રોજ NSCI ડોમમાં ખેલાશે.

NBA

By

Published : Oct 4, 2019, 10:33 AM IST

ટીમ ઈન્ડિયાના પેસર્સ અને સૈક્રેમેન્ટો કિંગ્સ વચ્ચેની બાસ્કેટ બોલ મેચ પ્રથમ વખત ભારતમાં રમાશે. બાસ્કેટ બોલની રમતને લોકપ્રિય બનાવવા માટે NBA દ્વારા આ આયોજન કરાયુ છે.

આ બે પ્રી-સીઝન મેચ NSCI ડોમમાં શુક્રવાર અને શનિવારના રોજ યોજાશે. જેમાં NBAની ટીમ ઇન્ડિયાના પેસર્સ અને સૈક્રેમેન્ટો કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાશે.

અત્યાર સુધીમાં આ મેચની બધી ટિકિટ વેચાઈ ગઈ છે. તેના પરથી બાસ્કેટ બોલ રસિયાઓની ઉત્સુકતાનો અંદાજ લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, NBA અને રિલાયન્સ ફાઉન્ડેશનને ભારતના પહેલા NBA મેચ જોવા માટે 70 શાળાઓ એે 3000 વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે.

બાસ્કેટબોલને લોકપ્રિય બનાવવા માટેનો પ્રયાસ...

આ બે મોટી ટીમને ભારતમાં લાવવામાં સૈક્રેમેન્ટો કિંગ્સના માલિક વિવેક રણદિવનું યોગદાન છે. રણદિવ મૂળ ભારતના છે. તેમની ઇચ્છા છે કે, ક્રિકેટની જેમ બાસ્કેટ બોલને પણ ખેલ જગતમાં એક ઓળખ મળે.

સૈક્રેમેન્ટો કિંગ્સના માલિક વિવેક રણદિવે આ મેચ અંગે જણાવ્યું હતું કે, "હું મારા શહેર મુંબઈમાં આવીને ઘણો ખુશ છું. મુંબઈમાં હું મારી ટીમ સૈક્રેમેન્ટો કિંગ્સને ઈન્ડિયા પેસર્સની સાથેના મુકાબલામાં પ્રોત્સાહિત કરવા આવ્યો છે. આ પળ મારા ઘણી ખાસ છે."

NBAની ભારતમાં પહેલી ફ્લોટીંગ બાસ્કેટ બોલ કોર્ટ

રણદિવે મેચ વિશે વાત કરતાં કહ્યું હતું કે, " મને આશા છે કે, આવનાર 10 વર્ષોમાં ભારતીય અનેક ખેલાડીઓ છે જે NBAમાં રમશે. હું માનું છું કે, આગામી સમયમાં બાસ્કેટ બોલ બીજી સૌથી લોકપ્રિય રમત બનશે."

કિંગ્સના સ્ટાર ખેલાડી શૂટીંગ ગાર્ડ બડી હીલ્ડે આ મેચ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે,"અમે આ મેચમાં ઉત્તમ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરીશું. 2019-20ની સીઝનની શરૂઆતની પહેલા અમે અમારી ભૂલને સુધારીશું. આમ, તો આ ફક્ત પ્રી-સીઝન મુકાબલો છે, પણ અમારા માટે એક પડકાર છે. જેની પર ખરા ઉતરવા માટે અમે સફળ પ્રયત્ન કરીશું. "

ABOUT THE AUTHOR

...view details