મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે રાજકીય નિવેદનો આવવાની શરૂઆત થઇ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મુંબઇ પોલીસ અસમર્થ નથી. જો કોઇની પાસે કોઇ પુરાવા છે, તો અમારી પાસે લાવી શકે છે અને અમે આરોપીની પૂછપરછ કરીને તેમને સજા ફટકારીશું.
આ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મુંબઇ પોલીસ અસમર્થ નથી. તેમણે કહ્યું કે, મહેરબાની કરીને આ મામલે મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચે સંઘર્ષ પેદા કરવાનું બંધ કરો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આ કેસને રાજકીય રુપ આપવું સૌથી ખરાબ કામ છે.
સુશાંતના પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂદ્ધ બિહારમાં કેસ દાખલ કર્યો છે. કેસ દાખ કર્યા બાદ રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસને મુંબઇ સ્થળાંતરિત કરવાની અપીલ કરી છે.
આ પહેલા ઇડીએ બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા સબંધિત મામલે 15 કરોડ રૂપિયાની લેવડ-દેવડ પર મની લોન્ડરિંગનો એક કેસ દાખલ કર્યો છે. આ પગલું દિવંગત અભિનેતાના પિતા કે.તે સિંહ દ્વારા અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂદ્ધ બિહાર પોલીસમાં દાખલ કરાયેલી ફરિયાદ બાદ લેવામાં આવ્યું છે. ઇડીએ ગુરૂવારે બિહાર પોલીસ દ્વારા રિયા વિરૂદ્ધ દાખલ પ્રાથમિક કોપી અને સુશાંત સિંહ રાજપૂત અને રિયાના પરિવારના સ્વામિત્વવાળી બે કંપનીઓના વિવરણ બેન્કો પાસેથી માગ્યા છે.