- રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામીની ધરપકડ
- TRP કૌભાંડ કેસમાં કરાઇ ધરપકડ
મુંબઈ: રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામીની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી છે. અર્નબ ગોસ્વામીએ કથિત રીતે 53 વર્ષીય ઈન્ટિનિયર ડિઝાઈનરને આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે પોલીસ અર્નબની ધરપકડ કરી છે. અગાઉ અર્નબે પોલીસ દ્વારા માર મારવાનો આરોપ લગાવ્યો હતો. રિપબ્લિક ટીવીએ પણ પોલીસ અને અર્નબ વચ્ચે ઘર્ષણ દર્શાવતા લાઇવ ફુટેજ જાહેર કર્યા છે.
પોલીસે અર્નબની તેમના ઘરેથી કરી ધરપકડ
મુંબઈ પોલીસે રીપબ્લિકના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીની કથિત રીતે 53 વર્ષીય ઈન્ટિનિયર ડિઝાઈનરને આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ધરપકડ કરી છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કર્યું ટ્વિટ
આત્મહત્યાના એક જૂના કેસમાં મુંબઈ પોલીસે બુધવારે સવારે રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસ ગોસ્વામીના ઘરે પહોંચી હતી અને તેની ધરપકડ કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ગોસ્વામીની અટકાયતને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે.
મહારાષ્ટ્ર CID કરશે તપાસ
ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેની માતા કુમુદ નાઈકની 2018 આપઘાત કેસના સંદર્ભમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ મહારાષ્ટ્ર CID દ્વારા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોસ્વામીને અલીબાગ લઈ જવામાં આવ્યો છે.
અર્નબ ગોસ્વામીનું નિવેદન
ગોસ્વામીનું કહેવું છે કે, મુંબઈ પોલીસે તેમને માર માર્યો હતો. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરનું લાઇવ ફુટેજ પ્રસારિત કર્યું છે, જેમાં પોલીસ અને અર્નબ વચ્ચે ઘર્ષણ જોઇ શકાય છે.
પ્રેસ સ્વતંત્રતા પર હુમલો: પ્રકાશ જાવડેકર
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ગોસ્વામીની અટકાયતને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે. કેન્દ્રીય પ્રધાને ટ્વિટ કર્યું હતું કે, અમે મહારાષ્ટ્રમાં પ્રેસ સ્વતંત્રતા પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. આ પ્રેસ સાથે વ્યવહાર કરવાની કોઇ રીત નથી. પ્રેસનું આ રીતે વર્તન કરવામાં આવતાં તે આપાતકાલિન દિવસોની યાદ અપાવે છે.
ગૃહ પ્રધાન શાહે અર્નબની ધરપકડ અંગે આપી પ્રતિક્રિયા
રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીની ધરપકડ અંગે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને તેના સાથીઓએ ફરી એક વખત લોકશાહીને શરમજનક બનાવ્યું છે. શાહ દ્વારા અર્નબની ધરપકડને લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો ગણાવ્યો છે.