મુંબઈ: કોરોના વાઈરસના કહેરને રોકવા માટે અંદાજે 75 દિવસના લૉકડાઉનને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ પણ રોકવામાં આવી હતી. ગત 8 જૂનથી અનલોક-1 અંતર્ગત આજથી મુંબઈમાં લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન સેવા આવશ્યક કામમાં રોકાયેલા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં આવશ્યક કામોમાં રોકાયેલા મજૂરો, ખાનગી તબીબી ક્ષેત્રના કામદારો માટે અને અન્ય જરુરિયાત વાળા લોકો માટે શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત 8 ટ્રેન વિરારથી દહાણું વચ્ચે ચાલશે. આ ટ્રેન સવારે 5:30 કલાકથી 11:30 કલાક દરમિયાન 15-15 મિનીટના સમયગાળા દરમિયાન ચાલશે. લૉકડાઉન પહેલા અંદાજે 80 લાખ લોકો દરરોજ લોકલ ટ્રેનનો ઉપયોગ કરી મુંબઈમાં અવર-જવર કરતા હતા.
મહારાષ્ટ્ર: આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે મુંબઈ લોકલ ટ્રેન સેવા શરૂ - સ્વાસ્થય અધિકારી
કોરોના વાઈરસ અને લૉકડાઉનના કારણે ઠપ્પ પડેલી મુંબઈ લોકલ ટ્રેન આજથી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે શરુ કરવામાં આવી છે. મુંબઈ લૉકલ ટ્રેન સેવા શરુ કરવા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
![મહારાષ્ટ્ર: આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે મુંબઈ લોકલ ટ્રેન સેવા શરૂ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7620644-thumbnail-3x2-qweuio.jpg)
etv bharat
મહારાષ્ટ્રમાં રવિરારે કોરનાના વધુ 3,390 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સંક્રમણથી 120 લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,07,958 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. જ્યારે 3,950 લોકોના સંક્રમણથી મોત થયા છે.