છેલ્લા બે દિવસથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શેરીઓ-ગલીઓમાં પાણી ભરાઈ ગયા છે. ચારે બાજુ ગાડીઓ ઊભી છે અથવા તેમાં પાણી ભરાઈ ગયા છે. રોડ પર લોકોને ચાલવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદથી મુંબઈ બેહાલ, હાઈ ટાઈડ એલર્ટ જાહેર - National news
ન્યૂઝ ડેસ્કઃ મુંબઈમાં ફરીવખત વરસાદની શરૂઆત થઈ ગઈ છે. રવિવારે મોડી રાત્રીથી સતત ધોધમાર વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પાલઘરમાં જળ જમાવને કારણે 4 ટ્રેનોને રદ કરવામાં આવી છે અને 5 ટ્રેનોને ડાયવર્ટ કરી દેવાઈ છે. સાથે હવામાન વિભાગે આજે મુંબઈ ભારે વરસાદની ચેતવણી આપી છે અને હાઈ ટાઈડ એલર્ટ જાહેર કર્યું છે.
![ભારે વરસાદથી મુંબઈ બેહાલ, હાઈ ટાઈડ એલર્ટ જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3711953-thumbnail-3x2-mumbai.jpg)
મુંબઈ
ગત શનિવારે જ પુણેમાં સતત વરસાદના કારણે એક મકાનની 22 ફુટ ઊંચી દિવાલ બાજુની ઝુંપડીઓ પર પડી હતી. આ ઘટનામાં 4 બાળકો સહીત 15 લોકોના મૃત્યુ થયા હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ પણ થયા હતા.
મુંબઈ ભારે વરસાદથી બેહાલ, હાઈ ટાઈડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, ખૂબ ઝડપથી પશ્વિમી ખાડીમાં સર્જાતા લો પ્રેશરના કારણે મુંબઈ, ઠાણે અને પશ્વિમી ખાડીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે.