ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઇમાં સેન્ટર મોલમાં લાગી આગ, 24 ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર - Mumbai City Center Mall fire

ગઈકાલે રાત્રે 9 વાગ્યે મુંબઇ સેન્ટ્રલના સિટી સેન્ટર મોલમાં આગ લાગી હતી. 250 ફાયર વિભાગના કર્મચારી, 16 જમ્બો ટેન્ક અને 24 ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. બેલાસિસ રોડ પર ટ્રાફિક બંધ થયો છે. મોલની નજીક ઓર્કિડ એન્ક્લેવ નામની 55 સ્ટોરની ઇમારતને ખાલી કરાવામાં આવી છે. ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો છે.

મુંબઇમાં સેન્ટર મોલમાં લાગી આગ
મુંબઇમાં સેન્ટર મોલમાં લાગી આગ

By

Published : Oct 23, 2020, 7:08 AM IST

Updated : Oct 23, 2020, 9:52 AM IST

  • મુંબઇના અક મોલમાં આગ
  • મોલમાં લેવલ 3 ની આગ લાગી
  • ઘટનામાં કોઇ જાનહાની નોંધાઇ નથી

મુંબઇ: ગઈકાલે રાત્રે 9 વાગ્યે મુંબઇ સેન્ટ્રલના સિટી સેન્ટર મોલમાં આગ લાગી હતી. 250 ફાયર વિભાગના કર્મચારી, 16 જમ્બો ટેન્ક અને 24 ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.જોકે હાલ કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો : કર્ણાટક: દક્ષિણ કન્નડના વિટલા વિસ્તારમાં બે દુકાનમાં આગ લાગી

રાત્રે 11 વાગ્યે આગ કોમ્પલેક્સના અન્ય ભાગોમાં પણ ફેલાઇ હતી. જે બાદ ફાયર વિભાગ દ્વારા તેને લેવલ -3 ની આગ જાહેર કરવામાં આવી હતી.આ આગાઉ પણ કુર્લા પશ્ચિમ સ્થિત એક કાપડના કારખાનામાં આગ લાગી હતી. તેણ બે કલાકની ભારે મહેનત બાદ કાબુ મેળવી દીધો હતો.

આ પણ વાંચો :ભારત-શ્રીલંકા સરહદ પર ડીઝલનું સ્તર જામ્યું, આગનું વિકરાળ સ્વરૂપ

Last Updated : Oct 23, 2020, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details