ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ડો. ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાન પર તોડફોડ, 2ની ધરપકડ - ડો. ભીમરાવ આંબેડકરના સમાચાર

મુંબઈમાં અમુક અસમાજીક તત્વો દ્વારા ભારતીય બંધારણના નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાન પર તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.

ડો. ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાન પર તોડફોટ
ડો. ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાન પર તોડફોટ

By

Published : Jul 10, 2020, 3:45 PM IST

Updated : Jul 10, 2020, 5:18 PM IST

મુંબઈ: ભારતીય બંધારણના નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાન 'રાજગૃહ'માં કેટલાક અસમાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

ડો. ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાન પર તોડફોટ

મંગળવારે અસમાજીક તત્વો દ્વારા ડો. આંબેડકરના ઘરની બહારના કેટલાક કુંડાઓ તોડી નાખ્યા હતા અને છોડને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ તમામ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે CCTV કેમેરાના ફૂટેજ કબજે કર્યા હતા. CCTV ફૂટેજના આધારે પોલીસે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરી છે.

ડો. ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાન પર તોડફોટ
Last Updated : Jul 10, 2020, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details