ટ્રેનનું વ્યવસાયિક પરિવહન 19 તારીખે શરૂ કરશે. તેજસ ટ્રેન દિલ્હી-લખનઉ વચ્ચે પહેલાથી જ ચાલી રહી છે. IRCTC પ્રથમ તેજસ ટ્રેનની જેમ જ બીજી ટ્રેનના યાત્રાળુઓને રાહ જોઈ રહેવાની સ્થિતિ સામે છુટકારો આપશે. અમદાવાદ-મુંબઈ-અમદાવાદ ટ્રેક પર સપ્તાહમાં 6 દિવસ ચાલશે. ગુરૂવારે આ ટ્રેન મેઈન્ટેન્સના હિસાબે બંધ રહેશે.
17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે તેજસ ટ્રેન - tejas train news
નવી દિલ્હીઃ IRCTC અમદાવાદથી મુંબઈ માટે બીજી તેજસ ટ્રેન શરૂ કરશે. આ ટ્રેનને 17 જાન્યુઆરીએ લીલી ઝંડી અપાશે. જ્યારે તેની ઔપચારિક શરૂઆત 19 જાન્યુઆરીથી શરૂ થશે.
17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે તેજસ ટ્રેન
ટ્રેનના પરિવહનમાં એક કલાકથી વધુ વિલંબ થાય તો ભારતીય રેલવે મુસાફરોને 100-100 રૂપિયા પરત આપશે. જ્યારે 2 કલાક ટ્રેન મોડી પડે તો 250-250 રૂપિયા પરત આપવાનું નક્કી કરાયું છે. ઉપરાંત આ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોને 25 લાખનો રેલ વીમો આપવામાં આવશે.