ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ 19: IIT એલ્યુમનાઈ કાઉન્સિલ મુંબઈમાં દર મહિને 1 કરોડ ટેસ્ટ થાય તેવી લેબ બનાવશે - મુંબઈ કોરોના વાઈરસ ન્યૂઝ

ભારતીય ટેક્નોલોજી સંસ્થા આઇઆઇટી એલ્યુમનાઈ કાઉન્સિલે ગુરુવારે કોરોના રોગચાળા સામે લડવાના પ્રયત્નોના ભાગરૂપે જુલાઈ સુધીમાં મેગા લેબ સ્થાપવાની જાહેરાત કરી છે.

IIT, mumbai, Etv Bharat
IIT

By

Published : May 28, 2020, 11:25 PM IST

મુંબઈઃ ભારતીય ટેક્નોલોજી સંસ્થા આઇઆઇટી એલ્યુમનાઈ કાઉન્સિલે ગુરુવારે કોરોના વાયરસ રોગચાળા સામે લડવાના પ્રયત્નોના ભાગરૂપે જુલાઈ સુધીમાં મેગા લેબ સ્થાપવાની જાહેરાત કરી છે. આ લેબમાં દર મહિને એક કરોડની ચકાસણી કરવાની ક્ષમતા હશે.

કાઉન્સિલે કહ્યું કે, તે ટૂંક સમયમાં વૈશ્વિક સ્પર્ધા દ્વારા ભાગીદારોની ઓળખ શરૂ કરાશે. કાઉન્સિલે આ મહિનાની શરૂઆતમાં કોવિટ ટેસ્ટ બસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે, શહેરમાં બે સુપર કમ્પ્યુટર પર પરીક્ષણો શરૂ થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના વાઈરસ ચેપના 1.58 લાખ કેસોમાંથી વધુ કેસ એકલા મુંબઇમાં જ જોવા મળ્યાં છે.

આઈઆઈટી એલ્યુમની કાઉન્સિલના પ્રમુખ રવિ શર્માએ જણાવ્યું હતું કે, "આઈઆઈટી એલ્યુમનાઈ કાઉન્સિલે વાઈરોલોજી, આરટી-પીસીઆર મશીન ઉત્પાદકો, પરીક્ષણ કિટ્સ, પૂલિંગ એલ્ગોરિધમ્સ, એઆઈ, મશીન લર્નિંગ, રોબોટિક્સ અને માઇક્રોફ્લુઇડિક્સ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક નિષ્ણાંતો સાથે સલાહ લીધા પછી કોવિડ-19 અને અન્ય ચેપી રોગો માટે સૌથી મોટી આનુવંશિક પરીક્ષણ પ્રયોગશાળા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."

ABOUT THE AUTHOR

...view details