એક ચેનલને ઈન્ટરવ્યું આપતા કહ્યું હતું કે, સારુ થશે જો નેતાજી વડાપ્રધાન બને તો, તેઓ તેના માટે લાયક પણ છે અને હકદાર પણ છે. હું એ લોકોમાં સામેલ છું જે દેશમાં નવા વડાપ્રધાન ઈચ્છે છે.
સપા અધ્યક્ષે કહ્યું હતું કે, અમારુ ગઠબંધન નવા વડાપ્રધાન ઈચ્છે છે. જ્યારે પરિણામ આવશે તો સામે આવી જશે, ત્યારે પાર્ટી નક્કી કરશે કોને વડાપ્રધાન બનાવવા.
તેમણે પોતાના પિતાને લઈ કહ્યું હતું કે, નેતાજીને આ સન્માન મળશે તો સારી વાત છે પણ સંભવત: તેઓ નહીં બની શકે કારણ કે, તેઓ રેસમાં છે જ નહીં.
અહીં અખિલેશ યાદવે સાથે સાથે એ પણ કહ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય નબળા ઉમેદવાર ઉતાર્યા નથી. કોઈ પણ પાર્ટી આવું ન કરે.
કોંગ્રેસનો બચાવ કરતા અખિલેશે કહ્યું કે, કોંગ્રેસ તમામ જગ્યાએ મજબૂત ઉમેદવાર રાખ્યા છે. કોંગ્રેસ આ વખતે યુપીમાં કોંગ્રેસ ફરી ઊભી થવા માટે જોરદાર પ્રયત્નો કરી રહી છે.