ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુલાયમ સિંહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા, લો બ્લડ પ્રેશરના કારણે કરાયા હતા દાખલ - બ્લડ પ્રેશરના કારણે મેંદાતા હોસ્પિટલ ખાતે દાખલ

સમાજવાદી પક્ષના નેતા મુલાયમ સિંહ યાદવને આજે સોમવારે ડિસ્ચાર્જ થયા છે. રવિવારે સાંજે બ્લડ પ્રેશરના કારણે મેંદાતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા મુલાયમને, લો બ્લડ પ્રેશરના કારણે થયા હતા દાખલ
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા મુલાયમને, લો બ્લડ પ્રેશરના કારણે થયા હતા દાખલ

By

Published : May 11, 2020, 12:37 PM IST

લખનૌ : સમાજવાદી પક્ષના નેતા મુલાયમ સિંહ યાદવ આજે સોમવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રવિવારે સાંજે બ્લડ પ્રેશરના કારણે મેંદાતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ગત અઠવાડિયે પેટના દુખાવાની ફરિયાદ કરતા મુલાયમ સિંહ કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા.

ગત અઠવાડિયે 5 દિવસ સુધી પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સમાજવાદી પક્ષના નેતા મુલાયામ સિંહ યાદવ મેંદાતા હોસ્પિટલમાં દાખલ હતા. તે દરમિયાન તેની તબીયત વધારે ખરાબ થઇ હતી, ત્યારબાદ તેના ભાઇ શિવપાલ સિંહ યાદવ, તેનો પુત્ર અને સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેની પત્નિ હોસ્પિટલ ખાતે મળવા પહોંચ્યાં હતા. જેના પગલે લોકોમાં ચિંતા વધવા લાગી હતી. રવિવારે સાંજે દુખાવો થયાની ફરિયાદ કરતા ફરી વાર મેંંદાતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

આ તકે મેંદાતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.રાકેશ કપૂરે જણાવ્યું કે, ફરિયાદ આવતાની સાથે જ રવિવારે સાંજે મુલાયમ સિંહને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલમાં તેની સારવાર કરી અને તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તે સ્વસ્થ છે.

ABOUT THE AUTHOR

...view details