ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આવકથી વધારે સંપતિ રાખવાના કેસમાં ફસાયા મુલાયમ-અખિલેશ - disproportionate

ન્યૂઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે આજે અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ પર આવકથી વધારે સંપતિ રાખવાના કેસમાં CBIને નોટીસ આપી છે. વડી અદાલતે આ અંગે સીબીઆઈને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. તપાસ કરી રિપોર્ટ આપવા કોર્ટે જણાવ્યું છે.

અખિલેશ-મુલાયમ

By

Published : Mar 25, 2019, 3:06 PM IST

આ કેસની સુનાવણી અંતર્ગત મુખ્ય ન્યાયમૂર્તીએ કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ મામલામાં અખિલેશ અને મુલાયમ પર કેસ બને છે. આપને જણાવી દઈએ કે, આ કેસમાં અરજી કર્તા રાજનીતિક કાર્યકતા વિશ્વનાથ ચતુર્વેદી છે. તેમણે અરજીમાં માંગ કરી હતી કે, આ કેસમાં સીબીઆઈ કેટલી તપાસ કરી તેનો રિપોર્ટ નીચલી કોર્ટ અથવા વડી અદાલતમાં જમા કરાવામાં આવે. ત્યાર બાદ વડી અદાલતને આજે આ કેસમાં સુનાવણી હાથ ધરવી પડી છે.


ABOUT THE AUTHOR

...view details