ફોર્બ્સની 'ધ રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ' મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 9માં સૌથી ધનિક વ્યક્તિ છે. વર્ષની શરુઆતમાં ફોર્બ્સ દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વની સૌથી ધનિક લોકોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી 13માં સ્થાને હતાં. તેમની પ્રગતિનું શ્રેય રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને આપવામાં આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની એવી પ્રથમ કંપની બની ગઈ છે, જેની માર્કેટ કેપિટલાઈઝેશન 10 લાખ કરોડ રુપિયાને પાર કરી ગઈ છે.
વિશ્વના સૌથી ધનિક વ્યકિતમાં 9માં ક્રમે મુકેશ અંબાણી: ફોર્બ્સ - ધ રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ
મુંબઈ: મુકેશ અંબાણીના આગેવાની વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની દેશની એવી પ્રથમ કંપની બની ગઈ છે, જેની માર્કેટ કેપિટલાઈઝેશન 10 લાખ કરોડ રુપિયાને પાર થઇ હોય.
મુકેશ અંબાણી
ફોર્બ્સ 'ધ રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ' મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની રિયલ ટાઈમ નેટવર્થ ગુરુવારના રોજ 6080 કરોડ ડોલર હતી.
ફોર્બ્સની યાદીમાં સોથી ઉપર એમેઝોનના સંસ્થાપક અને CEO જેફ બેજોસનું નામ છે. જેની રિયલ ટાઈમ નેટવર્થ 11300 કરોડ ડોલર હતી.
Last Updated : Nov 29, 2019, 9:48 PM IST