જ્યારે એક ઔપચારિક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રિપુરાની ઘણી અદ્ભુત વસ્તુઓ છે, જેના વિશે લોકો જાણતા નથી. મુગલ પોતાની કલા અને વાસ્તુશિલ્પને વધારે મહત્વ આપી, ત્રિપુરાની સંસ્કૃતિને નાશ કરવાનું વિચારી રહ્યા હતાં.
મુગલ ત્રિપુરાની પ્રાચિન સંસ્કૃતિના વારસાને ખતમ કરવા માગતા હતાઃ ત્રિપુરા CM - ત્રિપુરાની પ્રાચિન સંસ્કૃતિના વારસાને નાશ કરવા માગતા હતા
અગરતલાઃ ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ દેવે ઘણી વખત વિવાદીત નિવેદનો આપવાના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે કહ્યું હતું કે, મુગલોનો ઇરાદો પોતાની કલાઓ અને વાસ્તુશિલ્પને વધારે મહત્વત આપીને ત્રિપુરાનો સાંસ્કૃતિક વારસો નાશ કરવા માગતા હતા. રવિવારના રોજ મુખ્ય પ્રધાને એક કાર્યક્રમને સંબોધન કરતા લોકોને કહ્યું હતુ કે, રાજ્યની સુંદરતા અને સાંસ્કૃતિના વારસાને મહત્વ આપવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરો.
મુગલ ત્રિપુરાની પ્રાચિન સંસ્કૃતિના વારસાને નાશ કરવા માગતા હતાઃ ત્રિપુરા CM
વધુમાં ઉમેર્યું હતું કે, માતાબારી દેવી એટલા દિવ્ય છે કે, કાચબા પણ પોતાના છેલ્લા શ્વાસ પહેલા મંદિર સુધી જાય છે. આ દરેક ચમત્કારને સોશ્યલ મીડિયા દ્વારા લોકોને જણાવવું જોઈએ, કારણ કે અમુક લોકો ત્રિપુરાના ચમત્કાર વિશે નથી જાણતા.