મધ્ય પ્રદેશ: 12 જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે સવારે 2:30 વાગ્યે બાબા મહાકાલના કપાટ ખોલવામાં આવ્યા હતાં, ત્યારબાદ મહાકાલને જળનો અભિષેક કર્યા બાદ પંચામૃત અભિષેક કરીને પૂજન કરવામાં આવ્યું હતું.
ઉત્તરમાં આજે ત્રીજો શ્રાવણીયો સોમવાર, ભસ્મ આરતી સાથે બાબા મહાકાલનો વિશેષ શ્રૃંગાર, જુઓ વીડિયો - મહાકાલેશ્વર મંદિર
ઉજ્જૈનમાં આજે શ્રાવણનો ત્રીજા સોમવારે મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી હતી. આજના દિવસે વિશેષ સોમવતી અમાસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજ્જૈનના મહાકાલના મંદિરે પહોંચી રહ્યાં છે. કોરોના મહામારીને લઇને બહારથી આવતા શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
બાબા મહાકાલનો વિશેષ શ્રૃંગાર
આ માટે દૂધ, દહીં, ઘી, સાકર અને ફળોના રસોથી મહાકાલનું પૂજન થયુંં હતું, ત્યારબાદ ભાંગનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આજે 4:00 વાગ્યે મહાકાલ નગર પ્રવાસે નીકળશે.