નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોના ટેસ્ટને અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. જેથી કોરોના ટેસ્ટનો વિસ્તાર વધારવની માગ સાથે સાંસદ સંજયસિંહે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધનને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, સેમ્પલની તપાસ વધુમાં વધુ લેબને લાઈસન્સ આપવામાં આવે અને રાજ્યોમાં કોરોના ટેસ્ટ કીટનો વધારો કરવાની માગ કરી હતી.
ડૉ. હર્ષવર્ધનને લખ્યો પત્ર
સંજયસિંહે ડૉ. હર્ષવર્ધનને લખેલા પત્રમાં કોરોનાની ગંભીરતાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ભારતમાં 3 લાખ 9 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કોરોના મહામારીમાં ભારત ચોથા નંબર પર પહોંચી ગયું છે.
સંજયસિંહે આ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, દિલ્હીમાં થતાં કોરોના ટેસ્ટને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. જ્યારે મિલિયન દીઠ સૌથી વધુ ટેસ્ટ દિલ્હીમાં કરવામાં આવી રહ્યા છે.
રાજ્યવાર આંકડા જણાવવા માગ કરી
સંજયસિંહે માંગ કરી છે કે, પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા થવી જોઈએ કે, કયું રાજ્ય કેટલું પરીક્ષણ કરે છે અને રાજ્ય મુજબનો ડેટા જાહેર કરે છે કે નહીં. વિગેરે બાબતો વિગતવાર દર્શાવવી જોઈએ.
સંજયસિંહે નિષ્ણાતોને ટાંકીને કહ્યું છે કે, આ વાઈરસની વાસ્તવિક સત્ય જાણવા માટે વધુને વધુ પરીક્ષણો કરાવવી જરૂરી છે. સંજયસિંહે આ સાથે જોડાયેલા ડેટા આપતાં કહ્યું છે કે, પ્રતિ મિલિયન પરીક્ષણની બાબતમાં ભારત હજુ પણ વિશ્વના 10 દેશોમાં સૌથી ઓછું છે.
પર્યાપ્ત ટેસ્ટિંગ કીટ મળવી જોઈએ
સંજયસિંહે આ પત્ર દ્વારા માંગ કરી છે કે, ટીબી, યકૃત, કિડની, શુગર વગેરે જેવા રોગોના લક્ષણોની તપાસ કરવામાં આવે છે. તેવી જ રીતે ICMR માર્ગદર્શિકામાં પણ ફેરફાર કરવો જોઇએ અને હળવા લક્ષણોવાળા લોકોને પણ કોરોના પરીક્ષણની મંજૂરી આપવી જોઈએ. ઉપરાંત, વધુને વધુ લેબ્સને પરીક્ષણનું લાઇસન્સ મળે અને પરીક્ષણ કિટ્સની પૂરતી સંખ્યા રાજ્યોને ઉપલબ્ધ કરાવવી જોઈએ.