ભોપાલના ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે બુધવારે લોકસભામાં ચર્ચા દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યાં હતા. પ્રજ્ઞા સિંહના આ નિવેદનથી હંગામો મચી ગયો હતો અને તેમના નિવેદન પર વિવાદ થયો છે. તેમના આ નિવેદન પર વિપક્ષે આપત્તિ નોંધાવી હતી.
પ્રજ્ઞા ઠાકુરનું સંસદમાં વિવાદિત નિવેદન, નાથૂરામ ગોડસેને કહ્યાં દેશભક્ત - loksabha news
નવી દિલ્હી: ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર પોતાના વિવાદિત નિવેદનના કારણે ફરી એક વાર ચર્ચામાં છે. ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યાં હતાં.
pragya singh
જ્યારે પ્રજ્ઞા સિંહ ઠાકુરને આ નિવેદન સંબંધિત સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, 'પહેલા મને સંપુર્ણ રીતે સાંભળવામાં આવે, જવાબ હું કાલે આપીશ.'
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભા ચૂંટણી પહેલા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યો હતો. જે બાદ PM મોદીએ કહ્યું હતું કે, હું ક્યારેય પણ આ નિવેદન માટે પ્રજ્ઞા ઠાકુરને દિલથી માફ નહીં કરી શકું.
Last Updated : Nov 27, 2019, 10:24 PM IST