ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશ: રાજ્યપાલે સિંધિયા સમર્થક 6 પ્રધાનોને પદેથી હટાવ્યા - સિંધિયા સમર્થકના 6 પ્રધાનોને પદેથી હટાવ્યા

કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક ધારાસભ્યો બેંગલુરુથી પાછા આવી રહ્યાં છે. બીજી તરફ મુખ્યપ્રધાન કમલનાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરી સિંધિયા સમર્થક 6 પ્રધાનોને પદથી હટાવવાની માગ કરી હતી જેને રાજ્યપાલ લાલજી ટંડને મંજૂર કરી છે.

મધ્યપ્રદેશ : રાજ્યપાલે સિંધિયા સમર્થકના 6 પ્રધાનોને પદેથી હટાવ્યા
મધ્યપ્રદેશ : રાજ્યપાલે સિંધિયા સમર્થકના 6 પ્રધાનોને પદેથી હટાવ્યા

By

Published : Mar 13, 2020, 7:15 PM IST

ભોપાલ: કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલા બળવાખોર ધારાસભ્યોને પાછા બોલાવવાની અરજી કરી છે. આ ધારાસભ્યો ભોપાલ આવી પહોંચે તે પહેલાં મુખ્યપ્રધાને રાજ્યાપાલ સાથે મુલાકાત કરીને નવો દાવ રમ્યો છે. ઉલ્લેખનિય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ભાજપમાં સામેલ થયા બાદથી કમલનાથની સત્તા ડામાડોળ થઇ છે.

આ બધા જ ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયા જયારે ઉમેદવારીપત્ર ભરે ત્યારે ત્યારે તેમની સાથે જોડાશે. એવામાં કમલનાથની અરજી પર રાજ્યપાલે ઈમરતી દેવી, તુલસી સીલાવટ, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ સિસોદિયા અને પ્રભુરામ ચૌધરીને પ્રધાન પદથી હટાવી દીધા છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાનાં સમર્થનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા 19 ધારાસભ્યો બેંગલુરુથી પાછા આવી રહ્યા છે. આ ધારાસભ્યોમાં કમલનાથની સરકારમાં પ્રધાન રહેલા 6 નેતા પણ છે.

ધારાસભ્યો ભોપાલ પહોંચે તે પહેલાં જ ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ હજુ પણ આ ધારાસભ્યોને મનાવવા માટે પૂરતા પ્રયત્નો કરવાની તૈયારીમાં છે. બંને પાર્ટીનાં કાર્યકર્તાઓ એરપોર્ટની બહાર ભેગા થવા લાગ્યા હોવાથી કલમ 144 લાગુ કરી દેવાની નોબત આવી છે. આ બધા જ બળવાખોર ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાને જીતાડવા માટે વોટીંગ કરશે. આ જ ધારાસભ્યોએ કમલનાથ સરકારની ખુરશી હલાવી નાખી છે.

ABOUT THE AUTHOR

...view details