ભોપાલઃ મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના ઓછામાં ઓછા 90 ધારાસભ્ય આજે ભોપાલ પહોચ્યાં છે. તેઓ હાલ, જયપુર-દિલ્હી રાષ્ટ્રીય માર્ગ પર આવેલા રિસૉર્ટમાં રોકાયા છે. જયપુર હવાઈ મથક પર એક ધારાસભ્યએ સાથે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "અમે વિધાનસભામાં બહુમત સાબિત કરીશું અને કમલનાથ સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે."
મધ્ય પ્રદેશની મહાભારતઃ ફ્લોર ટેસ્ટ પહેલા જયપુરથી ભોપાલ પહોંચ્યા કોંગ્રેસ MLA - કોંગ્રેસ વિધાયક જયપુરથી ભોપાલ પહોંચ્યા
આજે મધ્ય પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્યો જયપુરથી ભોપાલ પહોંચ્યા હતાં. તેમને ભોપાલના મૈરિયટ હોટલ દ્વારા કોર્ટયાર્ડમાં લાવવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, બુધવારે કોંગ્રેસમાં ઓછામાં ઓછા 90 ધારાસભ્ય જયપુરથી ભોપાલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ જયપુર-દિલ્હી રાષ્ટ્રીય રાજમાર્ગમાં આવેલી લક્ઝરી રિસૉર્ટમાં રોકાયા હતાં. મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન દ્વારા મુખ્યપ્રધાન કમલનાથને સોમવારે વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ બાદ તાત્કાલિક વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાનો નિર્દેશ કરાયો છે. જે બાદ મુખ્યપ્રધાને રવિવારે મંત્રીમંડળ સાથે બેઠક કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, પ્રધાનમંડળની બેઠક સવારે 11 કલાકે થવાની સંભાવના છે. જે અંગે રાજ્યપાલે શનિવારે મોડી રાત્રે મુ્ખ્યપ્રધાને લખેલા પત્ર પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. નોંઘનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ વ્હીપ જાહેર કરીને પોતાના ધારાસભ્યને વિધાનસભામાં હાજર રહીને મત આપવા માટે જણાવ્યું છે.