ઈન્દોર: લોકડાઉને લગ્ન પ્રસંગ જેવા કાર્યક્રમોને પણ સીમિત કરી દીધા છે. આજ કારણે ઇન્દોરમાં નિપાનિયા રોડ પર આવેલી તુલસીયાના રેસીડેન્સીમાં રહેતા પૂર્વ ઇન્સ્પેકટર સુધીર તિવારી અને ગૌરી તિવારીની પુત્રી સુમરન તિવારીના લગ્ન અમદાવાદના એક વેપારી દિવ્ય ગાંધી સાથે થયા છે.
એમપી-ઇન્દોરની યુવતીએ ગુજરાતી છોકરા સાથે લગ્ન કર્યાં, વિડિઓ કોલિંગ દ્વારા માતા-પિતાએ આશીર્વાદ આપ્યા સુમરન તિવારી અમદાવાદમાં રહે છે અને ફ્લાઇટ જેટમાં સીસીઆઈની પોજીશન પર નોકરી કરે છે અને દિવ્ય ગાંધી પણ અમદાવાદમાં ધંધો કરે છે. 9 ફેબ્રુઆરી 2020એ સગાઇ કર્યા બાદ લગ્નની તારીખ 20 એપ્રીલ 2020ના રોજ નક્કી કરવામાં આવી હતી,પરંતુ કોરોના વાઇરસને કારણે, માર્ચ મહિનાથી દેશભરમાં લોકડાઉન થઈ ગયું અને નિયત તારીખે સુમરન તિવારીના નિવૃત્ત ઇન્સપેકટર પિતા સુધિર તિવારી અને માતા ગૌરી તિવારી ન તો તેમની પુત્રીને અમદાવાદથી ઈન્દોર બોલાવી શક્યા કે ન તો અમદાવાદ જઇ શક્યા.
એમપી-ઇન્દોરની યુવતીએ ગુજરાતી છોકરા સાથે લગ્ન કર્યાં, વિડિઓ કોલિંગ દ્વારા માતા-પિતાએ આશીર્વાદ આપ્યા પુત્રી સુમરન તિવારી અમદાવાદ હોવાના કારણે તિવારી અને ગાંધી પરિવારે લગ્નને ઓનલાઇન કરવાના નિર્ણય કર્યો. પુત્રી સુમરન તિવારીની અમદાવાદમાં નાના કાર્યક્રમો જે મેંહદી, હલદી, અને મંડપ સહિતના કાર્યક્રમો જે પિયરમાં હોવા જોઇએ તે સુમરનના સાસરી પક્ષે એજ પૂર્ણ કર્યા, ત્યાર બાદ લગ્નનું પણ દરેક આયોજન સાસરી પક્ષે કર્યો. ઇન્દોરમાં રહેતા સુમરન તિવારીના માતા-પિતા સુધીર અને ગૌરી તિવારીએ વિડિયો કોન્ફ્રેસથી પોતાની પુત્રીને આર્શીવાદ આપી વિદાઇ આપી હતી.
એમપી-ઇન્દોરની યુવતીએ ગુજરાતી છોકરા સાથે લગ્ન કર્યાં, વિડિઓ કોલિંગ દ્વારા માતા-પિતાએ આશીર્વાદ આપ્યા ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન આ પ્રકારના લગ્ન સતત ચાલુ છે. અને આવા અનેક લગ્નો લોકડાઉન દરમિયાન થઇ ચુકયા છે.