નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરના ઘરે કામ કરતી 40 વર્ષીય મહિલા સરસ્વતી પાત્રાનું નિધન થયું છે. લોકડાઉનના કારણે મહિલાનો દેહ તેમના વતન ઓડિશા લઈ જવામાં આવ્યો નથી. ગૌતમ ગંભીરે મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
સાંસદ ગૌતમ ગંભીરના ઘરે કામ કરતી મહિલાનું નિધન, ગંભીરે કર્યા અંતિમ સંસ્કાર - MP Gautam Gambhir performed the last rites of his domestic help
પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરના ઘરે કામ કરતી 40 વર્ષીય મહિલા સરસ્વતી પાત્રાનું નિધન થયું છે. લોકડાઉનના કારણે મહિલાનો દેહ તેમના વતન ઓડિશા લઈ જવામાં આવ્યો નથી. ગૌતમ ગંભીર મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
સાંસદ ગૌતમ ગંભીરના ઘરે કામ કરતી મહિલાનું નિધન, ગંભીરે કર્યા અંતિમ સંસ્કાર
ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને લખ્યું છે કે, તે ફક્ત ઘરમાં કામ કરતી એક મહિલા ન્હોતી. તે અમારા પરિવારની સદસ્ય હતી. તેમનું અંતિમ સંસ્કાર કરવું મારું કર્તવ્ય હતું.
વધુમાં ગંભીરે લખ્યું હતું કે, વ્યક્તિ કોઈ પણ જાતિ, ધર્મ અને કોઈ પણ સામાજિક સ્તરનો હોઈ શકે છે. પરંતુ તે સમ્માનનો હકદાર હોય છે. આનાથી જ દેશ અને સમાજ વધુ સારા બનશે.