ભોપાલ : મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલાજી ટંડને પોતાના અભિભાષણમાં કહ્યું કે, બધા સભ્યોને શુભકામનાઓની સાથે સલાહ આપવા માગુ છુ, પ્રદેશમાં જે સ્થિતિ છે, તેની શાંતિપૂર્ણ રીતે નિભાવવામાં આવે. મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે ગત મોડી રાત્રે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલને સાથે મુલાકાત બાદ કમલાનાથે બહુમત પરીક્ષણ માટે તૈયાર જોવા મળ્યા હતાં. કમલનાથે એક શરત રાખતા કહ્યું કે, પહેલા તેમની પાર્ટીના બંધક બનાવેલા ધારાસભ્યોને છોડવામાં આવે. તેમણે કહ્યું કે, વિધાનસભા શાંતિપૂર્વક રીતે ચાલે અને સ્પીકર તેની પર ચર્ચા કરે. બહુમત પરીક્ષણનો સવાલ સ્પીકરનો નિર્ણય હોય છે, હવે સ્પીકરને નિર્ણય લેવાનો છે કે, આ મુદ્દે હું કંઈ પણા બોલી શકું નહીં. રાજ્યની વિધાનસભાને 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના 22 ધારાસભ્યો બાગી બન્યા છે. તેમ છતાં કમલનાથે કહ્યું હતું કે, અમારી સરકાર સુરક્ષિત છે. કમલનાથે કહ્યું કે, રાજ્યપાલે જણાવ્યું છે કે, ધારાસભ્યો સ્વતંત્ર થઇને આવે બહુમત પરીક્ષણમાં કોઇ આપત્તિ નથી. આજે મધ્ય પ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ બાદ બજેટ સત્ર શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં હોળીના દિવસ 9 માર્ચે રાજકીય ભૂકંપ સર્જાયો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક 22 કોંગ્રેસના ધારાસભ્યો અચાનક ભોપાલથી કર્ણાટક પહોંચી ગયા હતા. 22 ધારાસભ્યોમાંથી 6 કમલનાથ સરકારમાં પ્રધાન હતા. સ્પીકરે 6 પ્રધાનોનું રાજીનામું સ્વીકારી લીધું હતું, પરંતુ 16 ધારાસભ્યોનું રાજીનામું હજુ સુધી સ્વીકાર્યું નથી.