ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MPના કોંગ્રેસ નેતા જીતુ પટવારીનું વિવાદીત ટ્વીટ, લોકોએ ટ્રોલ કર્યાં - નોટબંધી, જીએસટી, ફુગાવા, બેરોજગારી, મંદી

દિકરીઓ સાથે કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓની તુલના કરવી જીતુ પટવારીને ભારે પડી છે. જીતુ પટવારીના ટ્વીટ પર લોકોએ એમને ટ્રોલ કર્યાં હતાં.

MP-congress leader Jitu patwari controversial tweet
જીતુ પટવારીનું વિવાદીત ટ્વીટ, લોકોએ ટ્રોલ કર્યાં

By

Published : Jun 25, 2020, 7:10 PM IST

ભોપાલઃ કમલનાથ સરકારમાં પ્રધાન રહી ચૂકેલા ધારાસભ્ય અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીતુ પટવારીએ કેન્દ્ર સરકારનો વિરોધ કરતા એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં દિકરીઓ સાથે કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને જોડવામાં આવી હતી. આ ટ્વીટ પર ટ્રોલર્સે નેતાને ખિબ જ ટ્રોલ કરી માફી માંગવા કહ્યું હતું, ત્યારબાદ નેતાને આ ટ્વીટ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.

જીતુ પટવારીનું વિવાદીત ટ્વીટ, લોકોએ ટ્રોલ કર્યાં

જીતુ પટવારીએ સ્પષ્ટતા કર્યા બાદ લોકોએ ટ્રોલ કરી માંફી માંગવા કહ્યું હતું. મહત્વનું છે કે, જીતુ પટવારીએ ટ્વીટ કરીને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, પુત્રના પ્રકરણમાં 5 પુત્રીઓનો જન્મ થયો. જેમાં નોટબંધી, જીએસટી, ફુગાવા, બેરોજગારી અને મંદીને પુત્રીઓ ગણાવી વિકાસને પુત્ર તરીકે ગણાવ્યો હતો.

જીતુ પટવારીનું વિવાદીત ટ્વીટ, લોકોએ ટ્રોલ કર્યાં

આ બાબતે ટ્રોલિંગ બાદ આખરે નેતાને સ્પષ્ટતા કરવી પડી હતી. આ બાબતે ટ્રોલર્સે પુત્રીઓનું અપમાન ગણાવ્યું હતું. જેથી જીતુ પટવારીને સ્પષ્ટતાની સાથે માંફી માંગી હતી.

ABOUT THE AUTHOR

...view details