નવી દિલ્હી : મધ્ય પ્રદેશમાં રાજનૈતિક ઉતાર ચઢાવ તેની ચરમસીમા પર છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી ગતરોજ સુધી સ્થગીત કરવામાં આવી હતી. આ અંગે સુનાવણી આવતીકાલે 10:30 કલાકે હાથ ધરવામાં આવશે. મધ્ય પ્રદેશની સરકાર તરફથી વકીલ દુષ્યંત દવેએ સુનાવણી દરમિયાન માગ કરી હતી કે, આ કેસ સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠને સોંપવામાં આવે. જો આ સુનાવણી આજે નહિ થાય તો આભ પડવાનું નથી. દવેએ આરોપ લગાવ્યો હતો કે, મધ્ય પ્રદેશના કોંગ્રેસી ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે.
આ સુનાવણી દરમિયાન 16 ધારાસભ્યો તરફે દલીલ કરતા વકીલ મનિંદર સિંહે જણાવ્યું હતું કે, કોઈપણ ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા નથી. પરંતુ કોંગ્રેસના વકીલ દુષ્યંત દવેએ પોતાની દલીલમાં જણાવ્યું છે કે, દુનિયા કોરોના વાઈરસના ગંભીર સંકટમાંથી ગુજરી રહી છે, ત્યારે આ મામલે સુનાવણીની ઉતાવળ કરવાની જરૂર નથી.