ચૂંટણીઓ જીતી લેવા કોંગ્રેસે કેટલાક વચનો આપ્યા હતા. તે વચનો ઉપર બજેટ દરમિયાન જનતાનું ધ્યાન હશે.
- જન આયોગનું ગઠન કરી ભ્રષ્ટાચાર ડામવાનું વચન
- ખેડુતોનું વિજળી બિલ ઓછું કરવાનું વચન
- ખેડુતોનું દેવુ માફ કરવાનું વચન
- સામાજીક સુરક્ષા પેંશનને 300 થી વધારી 1000 કરવાનું વચન
- મહિલા સ્વ સહાય જુથનું દેવું માફ કરવાનું વચન
- કન્યાઓના લગ્ન માટે 51,000નું અનુદાન આપવાનું વચન
- દર મહિને દરેક પરિવારના એક બેરોજગાર યુવકને 10,000 રુપયા આપવાનું વચન
- માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 1 લાખ યુવાનોને નોકરી આપવાનુ વચન
- ઘરેલુ વિજળી બિલ 100 પ્રતી યૂનિટથી ધટાળી 1 પ્રતી યૂનિટ કરવાનું વચન
- તમામ પાકો અને કેટલાક શાકભાજી પર બોનસનું વચન
- દરેક માટે, ઘરના હકો અને ઘર વિનાના લોકોને 450 ચોરસ ફૂટ જમીન અથવા દોઢ લાખ રૂપિયા આપવાનું વચન
- સ્કૂલથી પી.એચ.ડી. સુધી નિઃશુલ્ક ભણતરનું વચન
- બોર્ડના પરીક્ષામાં 70 ટકા ગુણ મેળવે તેવા બધા વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનું વચન
- અનુસૂચિત જાતિના તમામ લોકોને જમીન અધિકાર આપવા માટેનુ વચન
- 60 વર્ષથી ઉપરના તેવા પત્રકારો જેઓ 25 વર્ષથી કામ કરે છે તે લોકો માટે રૂ. 10,000 પેન્શન આપવાનું વચન
- ઇન્દોર, ગ્વાલિયર અને જબલપુરમાં ટ્રાન્સપોર્ટ હબનું બનાવવાનું વચન
- રસ્તાનું કામ સમયસર પૂર્ણ કરવાની જવાબદારીને સુનિશ્ચિત કરવાનું વચન
- 70 ટકા ગુણ સાથે 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને ટુ-વ્હીલર આપવાનું વચન
- તમામ વિભાગોમાં જીલ્લા સ્તરની ભરતી સાથે બિન-રાજપત્રિત ત્રીજા કેટેગરી પોસ્ટના વિભાગીય ચૌથી કેટેગરીને જિલ્લા સ્તરની ભર્તી કરવાનુ વચન