ભોપાલઃમધ્ય પ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં છેલ્લી 24 કલાકથી સતત ફેરફાર થઈ રહ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને તે હવે ભાજપમાં જોડાશે. સિંધિયાના રાજીનામાં બાદ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામાં આપી દીધા છે. એક તરફ જ્યાં કમલનાથ સરકાર પર પતનનો ખતરો મંડરાઈ રહ્યો છે તો ભાજપ સરકાર બનાવવા માટે આગળ પગલાં માંડી રહ્યું છે.
ભાજપે પોતાના ધારાસભ્યોને ભોપાલથી દિલ્હી શિફ્ટ કર્યા - ભોપાલથી દિલ્હી કર્યું શિફ્ટ
મધ્યપ્રદેશમાં રાજકરણના ડ્રામા વચ્ચે ભાજપે પોતાના ધારાસભ્યોને ભોપાલથી દિલ્હી શિફ્ટ કર્યા છે. મળતી માહિતી મુજબ ભાજપ કાર્યાલયની બહાર 5 બસો લાવવામાં આવી હતી. જેમાં ધારાસભ્યોને શિફ્ટ કરવામાં આવ્યા હતા.
![ભાજપે પોતાના ધારાસભ્યોને ભોપાલથી દિલ્હી શિફ્ટ કર્યા ભાજપ પોતાના ધારાસભ્યોને ભોપાલથી દિલ્હી કર્યું શિફ્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6363862-thumbnail-3x2-sss.jpg)
ભાજપ પોતાના ધારાસભ્યોને ભોપાલથી દિલ્હી કર્યું શિફ્ટ
આ વચ્ચે ભાજપ પોતાના ધારાસભ્યોને મધ્યપ્રદેશથી બહાર મોકલી રહી છે. ભોપાલમાં ભાજપ કાર્યાલય પરથી ધારાસભ્યોને ભરીને બસો રવાના થઈ રહી છે. ભાજપ પોતાના ધારાસભ્યોને દિલ્હી, ગુજરાત કે હરિયાણા મોકલી શકે છે. મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્યોને લઈને બે બસો મંગળવારે રાત્રે 9.30 કલાક આસપાસ રવાના થઈ હતી. પરંતુ ભાજપના ધારાસભ્યો કહી રહ્યાં છે કે અમે હોળી ઉજવવા જઈ રહ્યાં છીએ.