ગુજરાત

gujarat

ETV Bharat / bharat

2022 સુધી ટ્રેનમાં ફિલ્મ અને વીડિયો જોઇ શકાશે: રેલવે - ટ્રેનમાં 2022 સુધીમાં ફિલ્મ અને વીડિયો જોઇ શકાશે

નવી દિલ્હી: રેલવે મુસાફરો માટે 2022થી રેલવેની મુસાફરી વધુ આનંદપ્રદ બનશે. મુસાફરોને યાત્રા દરમિયાન શૉ, શૈક્ષણિક કાર્યક્રમો નિ:શૂલ્ક અને મફતમાં જોવાની સુવિધા આપવામાં આવશે.

train
train

By

Published : Jan 15, 2020, 10:11 AM IST

સરકારી ટેલિકોમ કંપનીએ ઝી એન્ટરટેનમેન્ટની પેટાકંપની મેસર્સ માર્ગો નેટવર્કને ટ્રેન અને સ્ટેશન પર કન્ટેન્ટ ઑન ડિમાન્ડ (સીઓડી) ઉપલ્બ્ધ કરાવવા માટે ડિજિટલ એન્ટરટેનમેન્ટ સર્વિસ પ્રોવાઇડર (ડીઈએસપી) તરીકે પસંદ કરી છે.

રેલવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "આગામી બે વર્ષમાં ભારતીય રેલવેની તમામ પ્રીમિયમ / એક્સપ્રેસ / મેલ ટ્રેન તેમજ ઉપનગરીય ટ્રેનમાં COD ઉપલબ્ધ થશે. જેમાં 10 વર્ષ સુધી મફત અને ચૂકવણી સ્વરૂપોમાં મૂવીઝ, શૉ, શૈક્ષણિક કાર્યક્રમો જેવી સામગ્રી સામેલ હશે. "

COD સાથે મુસાફરો, ટ્રેનમાં અસ્થિર મોબાઇલ નેટવર્ક હોવા છતાં તેમની મુસાફરી દરમિયાન અવિરત મફત સબ્સ્ક્રિપ્શન આધારિત મનોરંજન સેવાઓનો આનંદ માણી શકશે. મુસાફરો વ્યક્તિગત ઉપકરણો પર ઉચ્ચ ગુણવત્તાની ફ્રી સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details