પોતાના રાજીનામાં બાદ રાહુલ ગાંધીનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે પક્ષના નવા અધ્યક્ષની શોધ કરી નાખવી જોઈએ. મે પહેલા જ રાજીનામું આપી દીધું છે અને હું હવે પક્ષનો પ્રમુખ નથી. મોતીલાલ વોરાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પક્ષના નેતૃત્વનો નિર્ણય કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠકમાં લેવાશે. પરંતુ આ બેઠક ક્યારે થશે તે અંગે તેઓ પાસે માહિતી નહોતી.
આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે આ હવે કોંગ્રેસ વર્કીંગ કમિટીનું કામ છે. તાત્કાલિક બેઠક કરી તેનો ઉપાય શોધવો જોઈએ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પોતાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરી છે. ટ્વીટમાં તેમણે લખ્યું કે 'મારા માટે કોંગ્રેસ પક્ષની સેવા કરવી સન્માનની વાત છે. પાર્ટીના મૂલ્યો અને આદર્શો મારા માટે હંમેશા સુંદર રાષ્ટ્રની જીવનધારાની રૂપમાં કામ કર્યું છે.' હું દેશ અને પોતાના સંગઠનને ખૂબ જ પ્રેમ કરું છું. સાથે જ આભાર વ્યક્ત કરૂં છુ. હું પાર્ટી અને દેશનો ઋણી રહીશ. જય હિંદ'
મોતીલાલ વોરાનો પરિચય
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાને 90 વર્ષની ઉંમરે કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. છત્તીસગઢના દુર્ગ મૂળના મોતીલાલા ખૂબ જ સરળ સ્વભાવના નેતા માનવામાં આવે છે. તેઓ બૃહદ મધ્યપ્રદેશના બે વાર મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. તે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સાથે કેન્દ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. લાંબા સમયથી તે કોંગ્રેસના કોષાધ્યક્ષ છે. તેમને ગાંધી પરિવારના અંગત માનવામાં આવે છે.