ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'માઁ તે માઁ, બીજા વગડાના વા'ને ચરિતાર્થ કરતો લેહનો આ કિસ્સો, વાંચો અહેવાલ - ladakh news update

દિલ્હીની એક હોસ્પિટલમાં બાળક દાખલ છે. માતા દરરોજ 1 હજાર કિમી દૂર લેહથી દૂધ મોકલે છે.

mother-sends-milk-from-leh-to-delhi-daily-for-1-month-old-innocent-child-admitted-in-hospital
માતા દરરોજ 1 હજાર કિમી દૂર લેહથી દૂધ મોકલે છે.

By

Published : Jul 18, 2020, 9:52 PM IST

નવી દિલ્હીઃ જિકમત લેહ લદ્દાખના રહેવાસી જેમને 1 મહિના પહેલા બાળકનો જન્મ થયો હતો. બાળકના જન્મની સાથે કેટલીક સમસ્યાઓ જોવા મળી. ડૉક્ટરોએ પિતાને દિલ્હી જવા માટે કહ્યું. સગા સંબંધીઓની મદદથી બાળકને દિલ્હી પહોંચાડવામાં આવ્યું, પરંતુ માતાનું જવું મુશ્કેલ હતું. કારણ કે ડિલિવરી સિઝેરિયનથી થઈ હતી.

'માઁ તે માઁ, બીજા વગડાના વા'ને ચરિતાર્થ કરતો લેહનો આ કિસ્સો
ડૉક્ટરોએ કહ્યું કે, શ્વાસનળી અને ભોજન માટેની નળી એકબીજા સાથે જોડાયેલી છે. જન્મ પછી તરત સર્જરી કરાવવી જરુરી છે. દિલ્હી આવતાની સાથે જ બાળકની સર્જરી કરવામાં આવી. બાળકને થોડા દિવસ માટે હોસ્પિટલમાં રાખવાની સ્થિતિ ઉભી થઈ. બાળકના સ્વસ્થ થવા માટે રોજ તેને માતાના દૂધની જરુર પડી. પરંતુ તે વખતે તે સંજોગો અશક્ય લાગતા હતા.

પરંતુ આ અશક્ય કામ પિતાએ પોતાના બાળક માટે કર્યું. રોજ સવારે બાળકના પિતા દિલ્હી એરપોર્ટ પર લેહથી આવવાળી ફ્લાઈટની રાહ જોતાં હતાં. લેહ એરપોર્ટ પર બાળકના પિતાના મિત્ર કામ કરે છે. રોજ એરલાઈન કર્મચારીઓની મદદથી માતાનું દૂધ લેહથી દિલ્હી પહોંચાડવામાં આવે છે. તેના 1 કલાક પછી બાળકના પિતા દિલ્હી એરપોર્ટથી દૂધ લઈને ઝડપથી હોસ્પિટલ પહોંચી જાય છે. ત્યારબાદ બાળકને માતાનું દૂધ આપવામાં આવે છે. પરંતુ એ બાબતની ખાસ કાળજી લેવામાં આવે છે કે, દૂધને સારી રીતે સ્ટોર કરવામાં આવે જેથી તે ખરાબ ના થઈ જાય. તેના માટે બાળકના પિતા એક બોક્સ સાથે રાખે છે. બાળકના પિતા લેહથી આવેલા દૂધને એ બોકસમાં મૂકીને હોસ્પિટલ પહોંચે છે. બાળકની માતા દિવસભર 6 કલાક દરમિયાન પોતાના બાળક માટે દૂધ સ્ટોર કરે છે.

એરલાઈનના કર્મચારી, દિલ્હી હોસ્પિટલના ડૉક્ટર, બાળકના માતા-પિતા અને અનેક અજાણ્યા યાત્રીઓ જે બાળક માટે દિવસ રાત મહેનત કરે છે. ડૉક્ટરોને આશા છે કે, બાળકને જલ્દી ડિસ્ચાર્જ કરવામાં આવશે અને લેહ માતા પાસે લઈ જવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details