નવી દિલ્હી: ઉત્તરપશ્ચિમ દિલ્હીના વજીરપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં એક દંપતીએ તેમના નવજાત શિશુને દયાવીરમ પોલીસ કોન્સ્ટેબલનું નામ રાખ્યું છે. જેણે તેમને લૉકડાઉન વચ્ચે હોસ્પિટલમાં પહોંચવામાં મદદ કરી હતી.
અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ દયાવીરના જણાવ્યાનુસાર, વિક્રમ નામનો શખ્સ તેની પત્ની અનુપાને પ્રસૂતિ પીડા થતી હોવાથી માટે એમ્બ્યુલન્સ શોધતો હતો. પરંતુ લૉકડાઉનને કારણે તેને કોઈ મદદ મળતી નહોતી. તે દરમિયાન તેણે અશોક વિહાર પોલીસ સ્ટેશનના SHOને બોલાવીને મદદ માટે કહ્યું હતું. SHOએ મને આ દંપતીને મદદ કરવા મોકલ્યો હતો."
દયાવીર વજીરપુર ઔદ્યોગિક વિસ્તારમાં તેમના ઘરે ગયા બાદ દંપતીને પોતાની કારમાં લઇને હિન્દુ રાવની હોસ્પિટલમાં પહોંચ્યા હતા.