ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ ખેલાડીઓ રમ્યા છે સૌથી વધારે વર્લ્ડકપ, જુઓ કોણ કોણ લીસ્ટમાં છે... - CRICKET

ન્યુઝ ડેસ્ક: 2019 વર્લ્ડકપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મે થી શરૂ થશે. યજમાન ઇંગ્લેન્ડ લંડનના કેનિંગ્ટન ઓવલમાં શરૂઆતની મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે.

આ ખેલાડીઓએ રમ્યા છે સૌથી વધારે વર્લ્ડકપ, જુઓ કોણ કોણ છે ટોપ પર

By

Published : May 19, 2019, 1:53 PM IST

જુઓ, સૌથી વધારે વર્લ્ડકપ રમનાર ખેલાડી

સચિન તેંડુલકર (1992,1996,1999,2003,2007,2011)

6 વર્લ્ડકપ રમનાર સચિન તેંડુલકર

ક્રિકેટના મહાન બેટ્સમેન તેંડુલકરે પાકિસ્તાનના જાવેડ મિયાંદાદની સાથે ICC વર્લ્ડકપમાં સૌથી વધારે વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેંડુલકરે વર્લ્ડકપમાં 56.95ની એવરેજથી 2278 રન બનાવ્યા છે. સચિનનો પોતાનો વર્લ્ડકપમાં હાઇએસ્ટ સ્કોર 152 રનનો છે.

જાવેદ મિયાંદાદ (1975,1979,1983,1987,1992,1996)

6 વર્લ્ડકપ રમનારા જાવેદ મિયાંદાદ

મિયાંદાદને પાકિસ્તાનનો સૌથી બેસ્ટ ક્રિકેટરમાં ગણતરી કરવામાં આવે છે. તેંડુલકર પછી 6 વર્લ્ડકપ રમનારા મિયાંદાદ એકમાત્ર ખેલાડી છે. 1996માં સંન્યાસ લેનારા મિયાંદાદ વર્લ્ડકપમાં 1000 રન બનાવનારા પ્રથમ બેટ્સમેન બન્યા હતા. 1987માં એક સમયે એવુ હતુ કે મિયાંદાદે સતત 9 વાર 50થી વધુ રન બનાવ્યા હતા.

તેંડુલકર અને મિયાંદાદે જ્યારે 6 વર્લ્ડકપ રમ્યા છે તો કેટલાક ખેલાડી એવા પણ છે કે જે 5 વાર વર્લ્ડકપનો હિસ્સો બન્યા છે.

  • ઇમરામ ખાન (પાકિસ્તાન): 1975,1979,1983,1987,1992
  • અર્જુન રણતુંગા(શ્રીલંકા): 1975,1979,1983,1987,1992
  • વસીમ અકરમ(પાકિસ્તાન): 1983,1987,1992,1996,1999
  • અરવિંદ ડી સિલ્વા(શ્રીલંકા): 1987,1992,1996,1999,2003
  • બ્રાયન લારા(વેસ્ટ ઇન્ડીઝ): 1992,1996,1999,2003,2007
  • સનથ જયસુર્યા(શ્રીલંકા): 1992,1996,1999,2003,2007
  • ઇંન્ઝમામ-ઉલ-હક(પાકિસ્તાન): 1992,1996,1999,2003,2007
  • રિકી પોંટિંગ(ઓસ્ટ્રેલિયા): 1996,1999,2003,2007,2011
  • જૈક્સ કાલિસ(દક્ષિણ આફ્રિકા): 1996,1999,2003,2007,2011
  • ચંદ્રપોલ(વેસ્ટ ઇન્ડીઝ): 1996,1999,2003,2007,2011
  • મુરલીધરન(શ્રીલંકા): 1996,1999,2003,2007,2011
  • સ્ટીવ ટિકોલો(કેન્યા): 1996,1999,2003,2007,2011
  • થોમસ ઓડાયો(કેન્યા): 1996,1999,2003,2007,2011
  • શાહિદ આફ્રિદી(પાકિસ્તાન): 1999,2003,2007,2011,2015
  • ડેનિયલ વેટ્ટોરી(ન્યુઝીલેન્ડ): 1999,2003,2007,2011,2015
  • મહેલા જયવર્ધન(શ્રીલંકા): 1999,2003,2007,2011,2015

ABOUT THE AUTHOR

...view details