ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમરસિંહના પાર્થિવ દેહને સિંગાપુરથી દિલ્હી લવાયો, આજે થશે અંતિમ સંસ્કાર - અમર સિંહ નિધન

રાજ્યસભા સભ્ય અમરસિંહના પાર્થિવ શરીરને સિંગાપુરથી દિલ્હી લાવવામાં આવ્યો છે. અમરસિંહના અંતિમ સંસ્કાર આજે છત્તરપુર સ્મશાન ઘાટ પર કરવામાં આવશે.

Amar singh
Amar singh

By

Published : Aug 3, 2020, 8:50 AM IST

નવી દિલ્હીઃ રાજ્યસભા સભ્ય અમરસિંહના પાર્થિવ શરીરને સિંગાપુરથી દિલ્હી લાવવામાં આવ્યો છે. અમરસિંહના અંતિમ સંસ્કાર આજે છત્તરપુર સ્મશાન ઘાટ પર કરવામાં આવશે. શનિવારે સિંગાપરમાં એક હોસ્પિટલમાં અમરસિંહનું નિધન થયુ હતું. જે માહિતી તેમના પરિવારના નજીકના સુત્રોએ આપી હતી.

અમરસિંહની કિડનીની બિમારી અંગે સિંગાપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સમાજવાર્દી પાટીના પૂર્વ નેતા અમરસિંહનું 2011માં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યાં હતા. તેમની સારવાર સિંગાપુર ચાલી રહી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં તેમને અંતિન શ્વાસ લીધા હતાં.

અમરસિંહના પાર્થિવ દેહને ચાર્ટેડ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના પત્ની પંકજા પણ સાથે હતાં. આજે છત્તરપુર સ્મશાન ઘાટમાં અમરસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોવિડ 19ના કારણે બહુ ઓછા લોકો તેમની અંતિમ વિધિમાં સામેલ થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details